Pakistan Breaking News: પાકિસ્તાન સરકારે કરી જાહેરાત, અમે કંગાળ થવાના નથી, અમે થઈ ગયા છીએ…, જુઓ Video

પાકિસ્તાનના (Pakistan) રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Pakistan Breaking News: પાકિસ્તાન સરકારે કરી જાહેરાત, અમે કંગાળ થવાના નથી, અમે થઈ ગયા છીએ...,  જુઓ Video
Pakistan Defence minister Khwaja Asif
| Edited By: | Updated on: Feb 18, 2023 | 7:38 PM

પાકિસ્તાન જે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે તેનો અંદાજ દરેક વ્યક્તિને છે. પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તે હવે કંગાળ થવાને આરે છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે મોટું નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે પાકિસ્તાન કંગાળ છે અને અમે કંગાળ દેશના રહેવાસી છીએ. આ કારણે તેને એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન ડિફોલ્ટ નથી કરી રહ્યું, પરંતુ થઈ ચૂક્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ખ્વાજા આસિફે આ નિવેદન સિયાલકોટની એક પ્રાઈવેટ કોલેજના દીક્ષાંત સમારોહમાં આપ્યું હતું. આ દરમિયાન તેને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર પણ નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે તેને દેશમાં આતંકવાદને પરત ફરવાની અનુમતિ આપી. તેમને એમ પણ કહ્યું કે આતંકવાદ આપણું નસીબ બની ગયું છે અને આ બધું ઈમરાન ખાનની રમત રમવાના કારણે થયું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર તેમને કહ્યું કે આપણે કંગાળ દેશમાં જીવી રહ્યા છીએ.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આપણા દેશની બધી સમસ્યાઓનો ઉકેલ છે

ખ્વાજા આસિફના નિવેદન સાથે જોડાયેલો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહેતા જોવા મળી રહ્યા છે કે તમે સાંભળ્યું જ હશે કે એક ડિફોલ્ટ કે કંગાળ થવા જઈ રહ્યા છે. પરંતુ આ પહેલાથી જ થઈ ગયું છે. તેમને એમ પણ કહ્યું કે આપણી બધી સમસ્યાઓનો ઉકેલ આ દેશમાં જ છે, પરંતુ અમે આ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ્સ તરફ જોઈ રહ્યા છીએ.

ઉંચી સપાટીએ પહોંચ્યો ફુગાવાનો રેકોર્ડ

આ દરમિયાન ગંભીર રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વાર્ષિક ફુગાવાનો દર આ સપ્તાહે વધીને રેકોર્ડ 38.42 ટકા પહોંચી ગયો છે. આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોમાં સતત વધારાને કારણે પાકિસ્તાનમાં મોંઘવારી આ સ્તરે પહોંચી ગઈ છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને’ શનિવારે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના હાલના ડેટાના હવાલાથી એક રિપોર્ટમાં કહ્યું હતું કે ટૂંકા ગાળાના ફુગાવાને માપતો સંવેદનશીલ ભાવ સૂચકાંક (એસપીઆઈ) આ સપ્તાહે વાર્ષિક ધોરણે વધીને 38.42 ટકા થયો છે.

સાપ્તાહિક ધોરણ પર એસપીઆઈમાં 2.89 ટકાનો વધારો થયો છે, જ્યારે ગયા સપ્તાહે 0.17 ટકાનો વધારો થયો હતો. ગયા સપ્તાહે વાર્ષિક સ્તર પર એસપીઆઈ ફુગાવો 34.83 ટકા નોંધાયો હતો. ફુગાવામાં આ વધારો પાકિસ્તાન સરકાર દ્વારા નવા ટેક્સ લાદવા અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાને કારણે થયો છે. સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી 1.1 અરબ ડોલરની મદદ મેળવવાની શરતે આ પગલું ઉઠાવ્યું છે.

આ પણ વાંચો : CM યોગીની પાકિસ્તાનને ચેતવણી, જો અમારી તોપો ગર્જના કરશે તો પાકિસ્તાન વિશ્વના નકશા પરથી ગાયબ થઈ જશે

પેટ્રોલની કિંમતમાં એક સપ્તાહમાં 8.82 ટકા, પાંચ લિટર ખાદ્યતેલમાં 8.65 ટકા, એક કિલોગ્રામ ઘીમાં 8.02 ટકા, ચિકન મીટની કિંમતમાં 7.49 ટકા અને ડીઝલની કિંમતમાં 6.49 ટકાનો વધારો થયો છે.