Pakistan Bride Trafficking: આ પહેલા ડિસેમ્બર 2019 મીડિયામાં અનેક અહેવાલો આવ્યા હતા.જેમાં ચીન-પાકિસ્તાન (China Pakistan) ઇકોનોમિક કોરિડોર (CPEC) દ્વારા મોટા પાયે બ્રાઇડ ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની બહેનો અને પુત્રીઓના ચીનના માણસો સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કરવામાં આવે છે.
એક અહેવાલમાં પાકિસ્તાનની બેશરમીની પુષ્ટી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જે બહેન-દીકરીઓનો સોદો કરીને પાકિસ્તાનથી ચીન લઈ જવામાં આવી તેમની હાલત ખુબ ખરાબ છે. ચીન પહોંચ્યા બાદ તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તેઓને વેશ્યાવૃત્તિ અને ગર્ભધારણ માટે ફરજ પાડવામાં આવી રહી છે.
ત્યારે હવે બ્રુકિંગ્સ ફોરેન પોલિસીના અહેવાલમાં પાકિસ્તાનથી દુલ્હનોની દાણચોરીના કિસ્સાઓ પર ફરીથી પ્રકાશ પડ્યો છે. આ પીડિતોના પરિવારોને પૈસા અને ચીનમાં સારા જીવનના વચનની લાલચ આપવામાં આવતી હતી. પરંતુ, જ્યારે આ લોકો ‘સાસરે’ પહોંચી ત્યારે વરવી વાસ્તવિકતા અરીસાની જેમ બહાર આવી.તેમને ચીનમાં બળજબરીથી ગર્ભાવસ્થા, વેશ્યાવૃત્તિ અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
જ્યારે 2019માં આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 52 દાણચોરોની ધરપકડ કરી હતી.અહેવાલોનુ માનીએ તો આ તમામ દાણચોરો ચીનના હતા. જો કે, આ મામલો ટૂંક સમયમાં ધીમે ધીમે દબાવવામાં આવ્યો હતો. 2019ના અંત સુધીમાં અડધાથી વધુ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં મોટા ભાગના આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. માહિતી મુજબ તપાસકર્તાઓ પર પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. સાથે જ પત્રકારોને પણ આ મુદ્દે ચૂપ કરાવવામાં આવ્યા હતા.જેને કારણે આ મામલો વધુ વણસ્યો છે.
આ પણ વાંચો : Pakistan: PM ઈમરાન ખાનની વધી મુશ્કેલી, અવિશ્વાસ પ્રસ્તાવ પર નેશનલ એસેમ્બલીની બોલાવાશે બેઠક
Published On - 10:48 am, Mon, 21 March 22