પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી (Terrorists) શાહિદ લતીફને પાકિસ્તાનમાં (Pakistan) ઠાર મારવામાં આઅવ્યો છે. પાકિસ્તાનના સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી છે. શાહિદ લતીફ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર હતો. તે સિયાલકોટમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો. લતીફનું કામ આતંકવાદીઓને ટ્રેનિંગ આપી તૈયાર કરવાની અને હુમલો કરવા માટે પ્લાન બનાવવાની હતી.
ભારતમાં પઠાણકોટ એટેક સિવાય તેણે જમ્મુ અને કાશ્મીરમાં જૈશના ઘણા ઓપરેશન હેન્ડલ કર્યા હતા. આજે સવારે સિયાલકોટમાં તે તેના એક મિત્ર સાથે જોવા મળ્યો હતો ત્યારે હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી. જૈશ-એ-મોહમ્મદનો આતંકી ભારતીય એજન્સીઓના રડાર પર હતો. ભારતીય એજન્સીઓ દ્વારા લતીફ પર હુમલા અંગેની વિગતો લેવામાં આવી રહી છે.
જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ 2016 માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 7 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ પઠાણકોટમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે 3 દિવસ સુધી સેના દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા હતા.
આતંકી શાહિદ લતીફના જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદીઓ સાથે કનેકશન હતું. તેણે આતંકવાદી સંગઠનો સાથે મળીને ઘણા હુમલા કર્યા હતા.લતીફની વર્ષ 1994માં ધરપકડ કરવામાં આવી હતી. 16 વર્ષની જેલની સજા ભોગવીને તેને 2010માં પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. શાહિદ ઈન્ડિયન એરલાઈન્સના વિમાનને હાઈજેક કરવાના કેસમાં પણ આરોપી હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો