Russia Ukraine War: ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો

|

Mar 09, 2022 | 1:05 PM

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનના એક વિદ્યાર્થીની પણ મદદ કરી છે. પાકિસ્તાની વિદ્યાર્થી મોદી સરકારના જોરદાર વખાણ કરી રહ્યો છે.

Russia Ukraine War:  ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો
યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીને ભારતીય દૂતાવાસ અને PM મોદીનો આભાર માન્યો

Follow us on

Russia Ukraine War: યુક્રેન પર રશિયા (Russia)ના હુમલા બાદ માત્ર ભારત જ નહીં અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે. ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવીને અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. આ ઓપરેશન હેઠળ માત્ર ભારતીય વિદ્યાર્થી (Indian student)ઓ જ નહીં પરંતુ અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ મદદ કરવામાં આવી રહી છે. બચાવ અભિયાન હેઠળ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ મોદી સરકારના વખાણ કરી રહ્યા છે.

પાડોશી દેશ પાકિસ્તાનનો એક વિદ્યાર્થી પણ કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીની અસમા શફીકને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લેવામાં આવી છે. એટલા માટે અસ્મા કિવમાં ભારતીય દૂતાવાસ અને પીએમ મોદીના વખાણ કરતાં થાકતી નથી. તેણે પીએમ મોદીનો આભાર માન્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય અધિકારીઓએ અસમાને સુરક્ષિત રીતે બચાવી લીધી છે, તે હાલમાં પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આસ્મા ટૂંક સમયમાં તેના પરિવારને મળશે.

સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. યુક્રેન સરકારે સુરક્ષિત કોરિડોર બનાવ્યો હતો, ત્યારબાદ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને બસ દ્વારા પોલ્ટાવા લઈ જવામાં આવ્યા હતા.

છેલ્લા 14 દિવસથી રશિયાની સેના યુક્રેનમાં (Russia-Ukraine crisis) તરખાટ મચાવી રહી છે. યુક્રેનમાં એક બાદ એક શહેર ખંડેર બની રહ્યા છે. 14 દિવસ બાદ પણ બંને દેશો યુદ્ધ (Russia-Ukraine war) રોકવા તૈયાર નથી. શાંતિ વાર્તા નિષ્ફળ જઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ભારતના કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. જો કે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના બે યુવાનોએ સ્વયં સેવક બનીને અનેક લોકોની મદદ કરી છે

આ પણ વાંચો : શ્રીનગરમાં ગ્રેનેડ હુમલાના વિરોધમાં એકઠા થયા કાશ્મીરીઓ, 30 વર્ષમાં પ્રથમ વખત લાલ ચોક ખાતે કેન્ડલ માર્ચ કાઢી

Next Article