Afghanistan : પાકિસ્તાનની ક્રુરતા, અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો, 40થી વધુના મોત

|

Apr 17, 2022 | 3:21 PM

Pakistan Aistrike in Afghanistan: પાકિસ્તાને અફઘાનિસ્તાનના બે પ્રાંતના જુદા જુદા ભાગોમાં બોમ્બ ફેંક્યા છે. જેમાં નાના બાળકો સહિત 40થી વધુ લોકોના મોત થયા છે. હુમલા બાદ તાલિબાને પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા હતા.

Afghanistan : પાકિસ્તાનની ક્રુરતા, અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો, 40થી વધુના મોત
પાકિસ્તાનની ક્રુરાતા, અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો, 40થી વધુના મોત
Image Credit source: Symbolic photo

Follow us on

Afghanistan: પાકિસ્તાને શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાન (Pakistan airstrike in Afghanistan)ના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં બાળકો સહિત 40થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલા બંને જિલ્લાના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવ્યા હતા. આ માહિતી પત્રકાર અને અફઘાન પીસ વોચના સંસ્થાપક હબીબ ખાને આપી છે. ટ્વિટર પર આ ઘટનાની નિંદા કરતા ખાને કહ્યું કે “પ્રથમ વખત આવું બન્યું છે, પાકિસ્તાન આર્મીના વિમાનોએ તાલિબાન (Taliban) શાસન હેઠળની અફઘાન જમીન પર બોમ્બમારો કર્યો છે.” જેમાં 40થી વધુ નાગરિકોના મોત થયા છે.

ખાને પોતાના ટ્વીટમાં આગળ લખ્યું, ‘પાકિસ્તાન દાયકાઓથી તેના પ્રોક્સી ફોર્સ તાલિબાન અને મુજાહિદ્દીન દ્વારા અફઘાનોની હત્યા કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના યુદ્ધ અપરાધોની નોંધ લેવા કહ્યું ખોસ્ટ અને કુનાર પ્રાંતના સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાની વિમાનોએ પ્રાંતના વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા.

પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા

આ ઘટના બાદ તાલિબાને પાકિસ્તાની રાજદૂત મન્સૂર અહેમદ ખાનને બોલાવીને આ ઘટના અંગે પાકિસ્તાન સરકારને ચિંતા વ્યક્ત કરી હતી. દેશના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી, અલજહ મુલ્લા શિરીન અખુંદે પણ એક બેઠકમાં હાજરી આપી હતી અને પાકિસ્તાની દળોના હુમલાની નિંદા કરી હતી. મંત્રાલયે ટ્વીટ કર્યું, ‘વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા છે. આ સાથે ઈસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી ઉપરાંત નાયબ રક્ષા મંત્રી અલ્જહ મુલ્લા શિરીન અખુંદ પણ બેઠકમાં સામેલ થયા હતા. જ્યાં અફઘાન પક્ષે ઘટનાની નિંદા કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવવાનો પણ આરોપ

સ્થાનિક ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝે કહ્યું છે કે વિશ્લેષકોના મતે આ હુમલાઓ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પર પાકિસ્તાનની સીધી દખલગીરી અને ત્યાં હિંસા ફેલાવવાનું દર્શાવે છે. રાજકીય વિશ્લેષક સાદિક શિનવારીએ કહ્યું છે કે ખોસ્ત અને કુનાર પ્રાંતમાં ડ્યુરન્ડ લાઈન પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલા હવાઈ હુમલા અને જમીની કાર્યવાહી અફઘાનિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં અને જમીન પર તેમની દખલગીરી અને ઉલ્લંઘનને જાહેર કરે છે. પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Russia Ukraine war: મેરીયુપોલમાં રશિયાએ યુક્રેનિયન સૈનિકોને ચેતવણી આપી, કહ્યું- જીવ બચાવવો હોય તો સરેન્ડર કરો

Published On - 3:01 pm, Sun, 17 April 22

Next Article