અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Vice President Kamala Harris) કાબુલ એરપોર્ટ પાસેથી થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે જેમાં 13 અમેરીકી સૈનિકોના મોત થયા છે. આ ઘટના પર ટ્વીટ કરતા તેમણે લખ્યુ કે, સાહસી સૈનિકોને હિરો કહેવામાં આવશે. જે લોકોએ અસંખ્ય લોકોના જીવ બચાવીને પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કરતા કહ્યુ કે, આજે કાબુલમાં એક આતંકવાદી હુમલામાં 13 અમેરીકી જવાનોના મોત થયા છે. આ જવાનો અસંખ્ય લોકોનો જીવ બચાવતા બચાવતા મોતને ભેટ્યા છે. તેઓ હિરો છે અને હું અમેરીકી સૈનિકો માટે શૌક વ્યક્ત કરુ છુ જેમણે આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો.
તેમણે ક્હયુ કે, અમે હુમલામાં ઘાયલ થયેવા અમેરીકી લોકો માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના પરિજનો માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા અફઘાન નાગરીકો માટે પણ શૌક વ્યક્ત કરીએ છીએ. તેમણે આગળ જણાવ્યુ કે અફઘાનિસ્તાનમાંથી અમેરીકી નાગરીકો અને અફઘાન ભાગીદારોને બહાર કાઢવાના મિશનને પુરુ કરવામાં આવશે.
તેમણે પોતાના ટ્વીટમાં જણાવ્યુ કે, અમારો દેશ વર્દીમાં મહિલાઓ અને પુરુષોનો આભારી છે જેઓ આજે અમેરીકન લોકો અને અમારા અફઘાન ભાગીદારોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. અમે તે મિશનને પુરુ કરીશું. આજે અમે એ લોકોનું સમ્માન કરીએ છે જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનો જીવ ગુમાવ્યો. અમે તેમનું આ યોગદાન ક્યારેય નહીં ભુલીએ.
અફઘાન સ્વાસ્થ્ય અધિકારીઓએ રાજધાની કાબુલમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા હુમલામાં મરનારની સંખ્યાનું અલગ અલગ અનુમાન આપ્યુ છે. એક અહેવાલ મુજબ આ ઘટનામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે તાલિબાનના પ્રવક્તાએ ઓછામાં ઓછા 13 નાગરીકોના મરવાની અને 60 લોકોના ઘાયલ થવાની વાત જણાવી છે.
મળતી માહિતી અનુસાર પહેલો બ્લાસ્ટ કાબુલ એરપોર્ટના અભય ગેટ પર થયો જ્યારે બીજી વિસ્ફોટ બૈરન હોટલ પાસે થયો છે. અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડેને આદેશ કર્યા છે કે અફઘાનિસ્તાનના કાબુલમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા બધા સૈનિકોના સન્માનમાં 30 ઓગસ્ટની સાંજ સુધી ઝંડો અડધી કાંઠીએ ફરકશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –