Canada : વેક્સિનેશન ફરજીયાત કરાતા ઓટાવામાં થયું વિરોધ પ્રદર્શન, નેશનલ વોર મેમોરિયલ પર કર્યો પેશાબ !

|

Feb 02, 2022 | 9:18 AM

ઓટાવામાં હજારો વિરોધીઓએ પ્રદર્શન કર્યું અને સંસદ હિલની આસપાસ ટ્રાફિકને જાણી જોઈને રોકી દીધો હતો. કેટલાક વિરોધીઓએ નેશનલ વોર મેમોરિયલ પર પેશાબ પણ કર્યો હતો.

Canada : વેક્સિનેશન ફરજીયાત કરાતા ઓટાવામાં થયું વિરોધ પ્રદર્શન, નેશનલ વોર મેમોરિયલ પર કર્યો પેશાબ !
Protest In Canada (AP Photo)

Follow us on

કોરોના  મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણને (Vaccination) ફરજિયાત બનાવવા માટે કેનેડાની રાજધાની ઓટાવામાં સંસદ ભવનની સામે નાગરિકોએ વિરોધ (Protest In Canada) નોંધાવ્યો છે. ગત અઠવાડિયે હજારો વિરોધીઓએ ઓટાવામાં પ્રદર્શન કર્યું અને સંસદ હિલની (Parliament Hill)  આસપાસ ટ્રાફિકને જાણી જોઈને અવરોધિત કર્યો હતો.

કેટલાક વિરોધીઓએ નેશનલ વોર મેમોરિયલ પર પેશાબ પણ કર્યો હતો. અહીં એક અજાણ્યાએ સૈનિકની કબર પર ડાન્સ પણ કર્યો હતો. કેનેડામાં અત્યાર સુધીની સૌથી મોટી મહામારીમાં 80% થી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે તેમ છતાં વિરોધીઓને થોડી સહાનુભૂતિ મળી છે.

આ વિરોધ પ્રદર્શનના કારણે પીએમ જસ્ટિન ટ્રુડોને પરિવાર સાથે સુરક્ષિત ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તેના બે બાળકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનું પરિણામ પોઝિટિવ આવ્યું. પીએમએ કહ્યું છે કે તેઓ ઠીક છે અને દૂરથી કામ કરી રહ્યા છે. ઓટાવાના મેયર જિમ વોટસને પ્રદર્શન પર કહ્યું છે કે લોકોને સરકાર સામે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અન્ય લોકોને સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે. તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને જરૂરી પગલાં લેવા જણાવાયું છે. તેમણે એમ પણ કહ્યું કે હવે આગળ વધવાનો અને શહેરને તેના રહેવાસીઓને પરત આપવાનો સમય આવી ગયો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે જ્યાં સુધી રસીના તમામ આદેશો અને અન્ય પ્રતિબંધો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ જશે નહીં. આ દરમિયાન કેટલાક વિરોધીઓએ કોરોના પ્રતિબંધોની તુલના ફાસીવાદ સાથે કરી હતી અને કેનેડાના ધ્વજ સાથે નાઝી પ્રતીકો પ્રદર્શિત કર્યા હતા. કેટલાક વિરોધીઓએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની તીવ્ર ટીકા કરી તેમને નિશાન બનાવ્યા હતા.

મોન્ટ્રીયલના ડેવિડ સાન્તોસે કહ્યું કે તેઓ માને છે કે રસીકરણ ફરજિયાત બનાવવું એ સ્વાસ્થ્ય સંબંધિત નથી, પરંતુ સરકાર દ્વારા ‘વસ્તુઓને નિયંત્રિત કરવા’ માટેની યુક્તિ છે. વિરોધ પ્રદર્શનના આયોજકોએ તમામ COVID-19 પ્રતિબંધો અને રસીકરણને ફરજિયાત બનાવવાના નિર્ણયને પાછો ખેંચવાની અને વડા પ્રધાન ટ્રુડોના રાજીનામાની માંગ કરી હતી.

ટ્રક ચાલકોએ સરહદ પાર કરવા માટે રસીકરણનો પુરાવો દર્શાવવો જરૂરી છે

સરકારના આદેશ મુજબ 15 જાન્યુઆરીથી,ટ્રક ચાલકોએ સરહદ પાર કરવા માટે રસીકરણનો પુરાવો દર્શાવવો જરૂરી છે. રસી વિનાના ટ્રક ડ્રાઇવરોને યુએસથી પરત ફરતી વખતે આઇસોલેટ થવું પડશે અને કોરોના ટેસ્ટ કરાવવો પડશે. ટ્રક ડ્રાઈવરો માટે પણ આવો જ નિયમ યુએસમાં 22 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમોને કારણે બંને દેશોમાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે અને ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો : શું 5 વર્ષથી નીચેની વયના બાળકોને મળશે વેક્સિન ? Pfizer અને BioNTechએ ઇમરજન્સી ઉપયોગની કરી ડિમાન્ડ

આ પણ વાંચો : Corona : કોરોના પર જીત જાહેર કરવી ઉતાવળ ભર્યું, ઘણા દેશોએ આપેલી ઢીલ પર WHOની ચેતવણી

Next Article