Operation Ajay : ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ‘ઓપરેશન અજય’ દ્વારા લવાશે ભારત

|

Oct 11, 2023 | 11:08 PM

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત રીતે પરત લાવવા માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવાના અભિયાનને 'ઓપરેશન અજય' નામ આપવામાં આવ્યું છે.

Operation Ajay : ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ઓપરેશન અજય દ્વારા લવાશે ભારત
'Operation Ajay'
Image Credit source: PTI

Follow us on

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે, ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન અજય હાથ ધરશે. ઈઝરાયેલમાં લગભગ 18,000 જેટલા ભારતીય નાગરિકો રોજગારી અર્થે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે ઇઝરાયેલના વિવિધ પ્રાંતમાં રહે છે. ઈઝરાયેલમાં રહેતા મોટાભાગના ભારતીયો વૃદ્ધ ઈઝરાયેલીઓની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ ઈઝરાયેલમાં રહે છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત રીતે પરત લાવવા માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવાના અભિયાનને ‘ઓપરેશન અજય’ નામ આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને ઓપરેશન અજય’ અંગેની જાણકારી આપી છે.

આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ
સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટમાં કહ્યું છે કે ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

ઇઝરાયેલમાં વસે છે ભારતીય નાગરિકો

ઈઝરાયેલમાં લગભગ 18,000ની આસપાસ ભારતીય નાગરિકો રોજગારી અર્થે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે ઇઝરાયેલના વિવિધ પ્રાંતમાં વસવાટ કરે છે. ઈઝરાયેલમાં રહેતા મોટા ભાગના ભારતીયો, વૃધ્ધ ઈઝરાયેલીઓની સાર સંભાળ રાખવાનું કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત લગભગ એક હજાર જેટલા ભારતીયો વિદ્યાર્થીઓ તરીકે, ઘણા લોકો આઈટી પ્રોફેશનલ્સ તરીકે અને કેટલાક હીરાના વેપારીઓ તરીકે પણ ઈઝરાયેલમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં છે.

ઇઝરાયેલે કટોકટીની પળોને લઈને સંયુક્ત સરકાર બનાવી

ઇઝરાયેલે આજે બુધવારે હમાસ સામે લડવા માટે પક્ષ અને વિપક્ષને જોડીને કટોકટી સંયુક્ત સરકારની રચના કરી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને મધ્યવાદી વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝ સાથેની બેઠકમાં, સંયુક્ત સરકાર બનાવવા માટે સંમત થયા હતા. ઈઝરાયેલની સંયુક્ત સરકાર ફક્ત યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગેન્ટ્ઝની નેશનલ યુનિટી પાર્ટી દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ઈઝરાયેલની સંયુક્ત સરકાર એવા સમયે બનાવવામાં આવી છે જ્યારે હમાસની સૈન્ય પાંખ અલ કાસમ બ્રિગેડસે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ હજુ પણ ઈઝરાયેલની અંદર છુપાયેલા છે અને ઈઝરાયેલની સામે લડાઈ લડી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article