
આ હોટલની સૌથી ખાસ વાત એ છે કે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર આ હોટલની વચ્ચેથી પસાર થાય છે.

આ હોટલના તમામ રૂમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ઓરડામાં ડબલ પથારી એવી રીતે શણગારવામાં આવે છે કે તે અડધા ફ્રાન્સમાં અને અડધા સ્વિટ્ઝરલેન્ડમાં છે. ઉપરાંત, રૂમમાં ઓશીકું પણ બંને દેશો અનુસાર અલગ અલગ રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે.

પહેલા આ જગ્યા પર કરિયાણાની દુકાન હતી.બાદમાં વર્ષ 1921માં, જુલ્સ-જીન આર્બેજે નામની વ્યક્તિએ આ જગ્યા ખરીદી અને અહીં હોટલ બનાવી.

આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ બંનેની ઓળખ બની ગઈ છે.

આર્બેજ હોટલની વિશેષતાને કારણે પ્રવાસીઓમાં આ હોટલ ખૂબ જ લોકપ્રિય છે.
Published On - 1:31 pm, Sun, 1 August 21