વિશ્વના ઘણા દેશોએ કોરોના વાયરસના (Corona virus) ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Variant) લઈને ચિંતા વચ્ચે રસીના બૂસ્ટર ડોઝ (Booster dose) પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ફ્રાન્સે (France) પહેલાથી જ કોરોના રસીના બૂસ્ટર ડોઝ ફરજિયાત બનાવ્યા છે. દરમિયાન,બ્રિટને (britain) પણ બૂસ્ટર ડોઝની શ્રેણીને વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
બ્રિટનની સરકારે સોમવારે આ મામલે જાહેરાત કરી અને કહ્યું કે હવે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાશે. અગાઉ 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી હતી. ઉપરાંત, ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોની સલાહ પર, બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી ઘટાડીને 3 મહિના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘બુસ્ટર ડોઝથી અમારી સુરક્ષા મજબૂત થશે’
જોઈન્ટ કમિટી ઓન ઈમ્યુનાઇઝેશન (JCVI)ના ચેરમેન વેઈ શેન લિમે જણાવ્યું હતું કે, “રસીની બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે અમારું રક્ષણ વધુ મજબૂત કરશે.” નવી જાહેરાતમાં, જ્યારે તમામ પુખ્ત વયના લોકોને એન્ટી-કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે રસીનો બીજો ડોઝ 12-15 વર્ષના બાળકોને આપવામાં આવ્યો છે. જેમાં કોવિડ સામે રક્ષણ માટે રસીકરણને સૌથી મજબૂત શસ્ત્ર તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે ‘હાઉસ ઓફ કોમન્સ’માં કહ્યું કે, કોરોના હજુ ગયો નથી. દરમિયાન, કોરોના વાયરસના નવા પ્રકારે ચિંતા વધારી છે. કોવિડ સાથેના યુદ્ધમાં આ સમયે રસીકરણ એકમાત્ર મોટું શસ્ત્ર છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે. જ્યારે તે વધુ ઝડપથી વધવાની ધારણા છે. અત્યાર સુધીમાં વિશ્વના લગભગ 12 દેશોમાં તેના કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની અવળચંડાઈ આવી સામે, અફઘાનિસ્તાનને ઘઉં અને દવા મોકલવા પર કહી દીધું કંઈક આવું
આ પણ વાંચો : Radhe shyam : ફિલ્મ ‘રાધે શ્યામ’નું નવું ગીત 1 ડિસેમ્બરે થશે રિલીઝ, પ્રોમો થયો રિલીઝ