OMG : માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગેમ રમતા-રમતા બાળકે કરી ભૂલ, પિતાએ વેચવી પડી કાર

OMG : બ્રિટેનમાં એક બાળકે ગેમ રમી તેમના પપ્પાને મસમોટો ચુનો લગાવ્યો હતો. બાળકના આ ભૂલની સજા તેમના પિતાએ ભોગવવી પડી હતી.બાળકોને મોબાઈલ આપવો તેમના સ્વાસ્થય માટે ખુબ ખતરનાક હોવાની સાથે તમને પણ આર્થિક નુકસાન કરાવી શકે છે.

OMG : માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો,  ગેમ રમતા-રમતા બાળકે કરી ભૂલ, પિતાએ વેચવી પડી કાર
ગેમ રમતા-રમતા બાળકે કાંડ કર્યો તો પિતાએ કાર વેચવી પડી
| Edited By: | Updated on: Jul 01, 2021 | 9:30 AM

OMG : મોબાઈલ આપણા સૌના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આજ-કાલ માતા પિતા પણ તેમના બાળકોને રમવા માટે મોબાઈલ હાથમાં પકડાવી દે છે.  એક બાળકે ગેમ રમી તેમના પપ્પાને મસમોટો ચુનો લગાવ્યો હતો. બાળકના આ ભૂલની સજા તેમના પિતાએ ભોગવવી પડી હતી.

કેટલીક વખત બાળકોની ભૂલ આપણા પર ભારે પડી શકે છે. આવી જ એક ઘટના બ્રિટેન (Britain)માં બની છે. જ્યારે 7 વર્ષના બાળકે ગેમ રમતા-રમતા તેમના પપ્પાને ચૂનો લગાડ્યો હતો. જેમાં બાળકની ભૂલની સજા તેમના પરિવારને ભોગવવી પડી હતી. તેમના પિતાને કાર (car) વેચવાનો વારો આવ્યો હતો.

આજકાલ મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને સ્માર્ટફોન (Smartphone)આપી ચુપ કરાવે છે, પરંતુ કેટલીક વખત બાળકો ફોનમાં એવું કારનામા કરે છે કે માતા-પિતા પણ મુશ્કેલીમાં મુકાય જાય છે.  7 વર્ષના બાળકે તેમના પપ્પાના ફોનમાં ગેમ રમતા-રમતા 1.3 લાખ રુપિયાનું ટ્રાન્જેક્શન (Transaction) કર્યું હતુ. આ વાતની જાણકારી તેમના પિતાને ત્યારે થઈ જ્યારે તેમના ઈ મેલ પર બિલની કોપી આવી હતી.

બ્રિટેન (Britain)માં રહેનાર મુહમ્મદ મુતાસાએ તેમના 7 વર્ષના પુત્ર આશઝ (Ashaz)મુતાસાને ગેમ રમવા માટે આઈફોન (IPhone)આપ્યો હતો. અશાજા ગેમ રમતા-રમતા મસમોટી ભૂલ કરી નાખી હતી. જ્યારે તેમના પિતાને આઈટ્યૂન્ય (iTune)નું 1800 ડૉલર (અંદાજે 1 લાખ 33 હજાર રુપિયા)નું બિલ આવ્યું ત્યારે આશઝએ Dragons Rise of Berk ગેમ રમી મોંધા ટૉપ-અપ્સ ખરીદી લીધા હતા.

જ્યારે મોહબ્બદને એક દિવસ બાદ મેલ આવ્યો ત્યારે તેમને થયું કે, તેઓ ઓનલાઈન કૌભાડ (Online scam)નો શિકાર બન્યા છે, પરંતુ તેમણે iTuneના બિલની ચુકવણી માટે તેમની Toyota Aygo કાર વેચવી પડી. આ સમગ્ર ઘટના બાદ તેમણે એપલને પણ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે 287 ડૉલરનું રિફંડ પણ આપ્યું હતુ, પરંતુ બાકી રહેલા બિલની ચૂકવણી માટે તેમણે પોતાની કાર વેંચવી પડી હતી.

બાળકોને મોબાઈલ આપવો તેમના સ્વાસ્થય માટે ખુબ ખતરનાક હોવાની સાથે તમને પણ આર્થિક નુકસાન કરાવી શકે છે.