OMG ! 15 વર્ષની ઉંમરમાં બની માતા, 32 વર્ષે બની દાદી, ગજબની છે આ મહિલાની ઉપલબ્ધીઓ

|

Oct 10, 2021 | 1:41 PM

ટ્રેસી જ્યારે 15 વર્ષની ઉંમરે ગર્ભવતી થઇ હતી ત્યારે તેણે પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વાત જાણીને પરિવારે તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેના બોયફ્રેન્ડના પરિવારે પણ તેમને અપનાવવાથી ઇનકાર કરી દીધો હતો.

OMG ! 15 વર્ષની ઉંમરમાં બની માતા, 32 વર્ષે બની દાદી, ગજબની છે આ મહિલાની ઉપલબ્ધીઓ
OMG! Becoming a mother at the age of 15, becoming a grandmother at the age of 32, the achievements of this woman are amazing

Follow us on

દુનિયામાં લોકો જાત જાતની ઉપલબ્ધીઓ મેળવતા હોય છે. કેટલાક લોકો એવા કામ કરી જાય કે જેનાથી સૌ કોઇ ગર્વની લાગણી અનુભવે તો અમુક લોકો અજીબો ગરીબ ઉપલબ્ધી મેળવી જાય છે જેના વિશે જાણીને લોકો વિચારવા પર મજબૂર થઇ જાય. હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક આવો જ કિસ્સો વાયરલ થઇ રહ્યો છે. ખરેખર હાલમાં 32 વર્ષની (Smallest Grandmother) એક દાદી વાયરલ થઇ રહી છે. જી હાં તમે બરાબર વાંચ્યુ છે. 32 વર્ષની દાદી !

વાત એમ છે કે ઇંગ્લેન્ડની એક 32 વર્ષીય મહિલા દુનિયામાં સૌથી નાની ઉંમરમાં દાદી બનનાર મહિલા છે. Warwickshire ની રહેવાસી ટ્રેલી જોન્સ (Tracy Jones) 15 વર્ષની ઉંમરમાં જ માતા બની ગઇ હતી. એક બાળકને જન્મ આપ્યા બાદ જ્યારે તે 18 વર્ષની થઇ ત્યારે તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. હાલમાં જ આ કપલે પોતાના લગ્નની 25 મી વર્ષગાંઠ મનાવી છે. હાલમાં મહિલાની ઉંમર 43 વર્ષ છે જ્યારે તેના પતિની ઉંમર 45 છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રેસીએ જણાવ્યુ કે, તેમનો પહેલો દિકરો જ્યારે 17 વર્ષનો હતો ત્યારે તેણે આવીને કહ્યુ કે તે પિતા બનવાનો છે. આ સાંભળીને ટ્રેસી અને તેનો પતિ ચોંકી ગયા કારણ કે તે સમયે તેમની ઉંમર 32 વર્ષની હતી અને તેઓ દાદા-દાદી બનવાના હતા. હાલમાં તેમનો આખો પરિવાર સાથે રહે છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

ટ્રેસી જ્યારે 15 વર્ષની ઉંમરે ગર્ભવતી થઇ હતી ત્યારે તેણે પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વાત જાણીને પરિવારે તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો. તેના બોયફ્રેન્ડના પરિવારે પણ તેમને અપનાવવાથી ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતુ કે આ કરતૂતથી તેમની ઘણી બદનામી થઇ છે અને પરિવારનું નાક કપાઇ ગયુ છે. આ બધા વચ્ચે તેમના માટે પોતાના બાળકને મોટું કરવું ખૂબ મુશ્કેલ બન્યુ હતુ પરંતુ હવે સ્થિતી ઠીક છે ટ્રેસી એક હાઉસિંગ એસોસિએશનમાં કામ કરે છે અને વર્ષે લગભગ 1 કરોડ રૂપિયા કમાય છે.

આ પણ વાંચો –

BYJU’S : પુત્રના કાળા કરતુતોની અસર પિતાના કામ પર પડી, આર્યનની ધરપકડ બાદ #Boycott_SRK_Related_Brands ટ્વિટર પર ટ્રેન્ડીંગમા

આ પણ વાંચો –

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના નવા 18,166 કેસ, પાછલા 7 મહિનાઓમાં એક્ટિવ કેસ સૌથી ઓછા, માર્ચ પછી સૌથી વધુ રિકવરી રેટ

આ પણ વાંચો –

Harmanpreet kaur : મહિલા IPLને લઈને ભારતીય ટીમ તરફથી ઉઠ્યો અવાજ, કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું ખેલાડીઓના સુધાર માટે જરૂરી છે

Next Article