Pakistan Petrol Crisis: પાકિસ્તાનમાં પેટ્રોલ થયુ ખાલી, ઓઈલ કંપનીઓએ શાહબાઝને આપી ચેતવણી

|

Feb 04, 2023 | 9:47 AM

પેટ્રોલ કંપનીઓને તાળા મારવાનો અર્થ છે પાકિસ્તાનનો સંપૂર્ણ વિનાશ. આ પહેલીવાર છે જ્યારે દેશ આટલા મોટા ઓઈલ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

Pakistan Petrol Crisis: પાકિસ્તાનમાં પેટ્રોલ થયુ ખાલી, ઓઈલ કંપનીઓએ શાહબાઝને આપી ચેતવણી
Oil companies warned Pakistan PM Shahbaz
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાનની સમસ્યાઓ ઓછી થવાને બદલે વધી રહી છે. દેશની ઓઇલ કંપનીઓએ હવે સરકારને ચેતવણી આપી છે કે ઓઇલ ઉદ્યોગ સંપૂર્ણ પતનની આરે પહોંચી ગયો છે. કંપનીઓનું કહેવું છે કે ડોલરની ન હોવાની કારણે અને સતત ઘટી રહેલા રૂપિયાના ભાવને કારણે ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે.

કંપનીઓના મતે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને પાકિસ્તાનનો ઓઈલ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે પડી ભાંગશે. દેશ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદની રાહ જોઈ રહ્યો છે. પરંતુ એવું લાગે છે કે પાકિસ્તાનને આ મદદ જલ્દી મળવાની નથી. પેટ્રોલ કંપનીઓને તાળા મારવાનો અર્થ છે પાકિસ્તાનનો સંપૂર્ણ વિનાશ. આ પહેલીવાર છે જ્યારે દેશ આટલા મોટા ઓઈલ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

કેમ આવી આ મુશીબત

દેશની શાહબાઝ સરકારે IMFની શરત પૂરી કરવા માટે ડોલરની મર્યાદા હટાવી દીધી. પરિણામે રૂપિયો ઘટીને 276.58ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો. પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) અને ઉર્જા મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલ કંપની એડવાઇઝરી કાઉન્સિલ (OCAC)એ કહ્યું છે કે રૂપિયાના ભાવમાં અચાનક ઘટાડો થવાથી ઉદ્યોગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ પણ વાચો: Gadar 2 Viral Video : ‘ગદર 2’ના આ એક્શનની સામે હેન્ડપંપ ઉખેડવાનું દ્રશ્ય ફેલ, રિલીઝ પહેલાં જ લીક થયો VIDEO

એડવાઇઝરી કાઉન્સિલના જણાવ્યા અનુસાર, તેમના લેટર ઓફ ક્રેડિટ (LCs)ને પ્રોડક્ટનું વેચાણ થઈ ગયું હોય ત્યારે નવા ભાવો ફિક્સ થવાની અપેક્ષા છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. જેના કારણે સરકારે એલસી પર પણ પ્રતિબંધ મૂક્યો છે. 27 જાન્યુઆરી સુધીમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત માત્ર ત્રણ અબજ ડૉલરથી વધુ હતી. આ રકમ માત્ર 18 દિવસની જરૂરિયાતો પૂરી કરી શકશે.

250 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ

પાકિસ્તાનની રૂપિયો ઝડપથી ઘટી રહ્યો છે. જેના કારણે આયાતી માલના ભાવ વધી ગયો છે. પાકિસ્તાનના આયાત બિલનો મોટો હિસ્સો એનર્જીનો છે. પાકિસ્તાન સામાન્ય રીતે આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગ પૂરી કરે છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી એનર્જી ઘણી મોંઘી થઈ ગઈ છે.

તાજેતરમાં જ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 ટકા સુધીનો વધારો થયો છે. દેશમાં અત્યારે પેટ્રોલ 250 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ પેટ્રોલ જ નથી. આવી સ્થિતિમાં આવનારા દિવસો ઘણા કપરા સાબિત થઈ શકે છે.

શરીફે કહ્યું કે IMFની શરતો મુશ્કેલ

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે કહ્યું છે કે, IMF દ્વારા મૂકવામાં આવેલી શરતો અકલ્પનીય છે. શરીફના મતે આ શરતોને સ્વીકારવી એ મજબૂરી છે ભલે તે મુશ્કેલ હોય. IMFનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે પાકિસ્તાન પહોંચ્યું છે. આ ટીમ 9 ફેબ્રુઆરીએ નક્કી કરશે કે દેશને બેલઆઉટ પેકેજ આપવું જોઈએ કે નહીં. વર્ષ 2019થી પાકિસ્તાન IMF પાસેથી આર્થિક મદદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન અત્યાર સુધીમાં 23 વખત IMF પાસે ગયો છે, જેમાંથી તેને 22 વખત મદદ મળી છે.

Next Article