valentine day 2022: વેલેન્ટાઈન સપ્તાહ(Valentine Week)ની શાનદાર શરૂઆત વચ્ચે આજે છે વેલેન્ટાઈન ડે. દેશ અને વિદેશમાં વેલેન્ટાઈન ડે(Valentine Day)ની આતુરતાથી રાહ યુવાનો જોઈ રહ્યા હતા અને હવે તેનો અંત આવ્યો છે. યુગલો માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસ ખાસ કરીને યુવાનો દ્વારા રાહ જોવામાં આવે છે જેઓ તેમના નવા સંબંધોને પ્રેમ અને ખુશીના રંગોમાં ભરવા માંગે છે કેમ કે તમારા જીવનસાથીને તમારી લાગણીઓ વ્યક્ત કરવાની એક સુંદર તક આપે છે. વેલેન્ટાઈન ડે વાસ્તવમાં 14મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે પરંતુ આખો ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો માનવામાં આવે છે.
આજના આ ખાસ દિવસને એમ તો ભલે યુવાનો માટેનો દિવસ ગણવામાં આવતો હોય પરંતુ વિદેશમાં રહીને પણ દેશ માટે, સમાજ માટે અને યુવાનો માટે એક ખાસ સંદેશો લોસ એન્જલસ સ્થિત ઈન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા વેલેન્ટાઈન ડેનાં દિવસે આપવામાં આવ્યો. બેવરલી હિલ્સ ખાતે સોસાયટીનાં પ્રેસિડેન્ટ યોગી પટેલ અને ચેરમેન પરિમલ શાહની અધ્યક્ષતામાં ખાસ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભલે વેલેન્ટાઈન ડેનાં ઉપલક્ષ્યમાં યોજવામાં આવ્યો હતો પરંતુ તેમાં યુવાનો ઓછા અને વડીલો વધારે જોવા મળ્યા હતા.
વેલેન્ટાઈન વડીલો સાથેની થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં 150 કરતા વધારે વડીલો ઉપસ્થિત રહીને ઉજવણીમાં સહભાગી થયા હતા. મોટાભાગનાં પશ્ચિમ દેશોમાં જ્યારે યુવાનો પોતાની મરજી પ્રમાણેની જીંદગી જીવવા ટેવાયેલા હોય છે અને પરિવાર શબ્દ નાનો પડી જતો હોય છે ત્યારે વડીલોની ઉપસ્થિતિમાં જ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરીને તેમને મજબુત પરિવાર, સમાજ અને ભારતીય પરંપરા વિશેની સાચી સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વડીલો પણ કાર્યક્રમાં પુરબહારમાં ખિલ્યા હતા અને તેમણે યુવા આયોજકોનો આભાર માન્યો હતો. પશ્ચિમનાં દેશમાં વડીલોને ખાસ ગણકારવામાં નહી આવતા હોવાના ખ્યાલ વચ્ચે આ ઉજવણી એ અલગ જ ભાત લોસ એન્જલસમાં પાડી હતી.
ભારતમાંથી વિદેશમાં જઈને સ્થાયી થયા બાદ પણ દેશનાં મૂલ્ય અને પરંપરાને નહી ભુલનારા સદસ્ય અને ઈન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાનાં પ્રમોટર યોગી પટેલ દ્વારા જમાવવામાં આવ્યું હતું કે અહીંયા યુવાનો પોતાના કામમાં ઘણા વ્યસ્ત રહેતા હોય છે અને આવા ખાસ કાર્યક્રમમાં વડીલોને સાથે લઈને આવવાની શક્યતા ઓછી થઈ જાય છે ત્યારે વેલેન્ટાઈન ડેનાં દિવસે વડીલોને કેમ સાતે લઈને આપણે ઉજવણી ન કરી શકીએની થીમ મારા મગજમાં ચાલી રહી હતી અને અમે ‘વડીલો સાથે વેલેન્ટાઈન’નાં કાર્યક્રમનું આયોજન કર્યુ જેને ભવ્ય પ્રતિસાદ મળતા 150 જેટલા વડીલો એકસાથે કાર્યક્રમમાં જોડાયા જે અમારા માટે ગર્વની વાત છે. યુવાનો જ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી શકે તેવું જરૂરી નથી એટલે આ કાર્યક્રમનાં માધ્યમથી અમે પશ્ચિમની સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરનારા ભારતીયો માટે પરિવારની ભાવના પ્રબળ બને તે માટે સંદેશો પાઠવ્યો છે.
ઈન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાનાં ચેરમેન પરિમલ શાહે જણાવ્યું કે ઘણા સમયથી અમે આવા પ્રકારનાં કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારી રહ્યા હતા અને વેલેન્ટાઈન ડે જ અમને યોગ્ય લાગ્યો કે જેમાં વેડીલોની હાજરી પણ થઈ ગઈ અને યુવાનોની પણ હાજરી રહી, એકતા સાથે વિવિધતાનો મેસેજ આપવાનો અમને પણ ગર્વ છે.
જણાવી દઈએ કે છેલ્લા બે દાયકાથી વિદેશમાં વસવાટ કરતા અને વિવિધ એક્ટિવિટી, હોટેલિયર અને બિઝનેસમેન કરીતેની પ્રતિભા ધરાવતા યોગી પટેલ વિશે જણાવી દઈએ તો તેમને પણ એરેન્જ લવ મેરેજ કર્યા છે. પતિ પત્નિની ઈચ્છા પણ એવી હતી કે તેમના વેલેન્ટાઈન ડેની ઉજવણી વિશેષ પ્રકારે થાય તો યાદગાર બની રહેવાની સાથે ભારતમાં પોતે હોવાનો અહેસાસ પણ થઈ જાય. વર્ષ 2000 થી લઈ 2022 સુધી પહોચેલી આ પ્રેમની સફરમાં હવે સેવા ઉમેરાઈ ચુકી છે અને સમાજમે મજબુત કેવી રીતે બનાવવો તેનાં વિચાર પણ ઉમેરાયા છે. એક ખાસ નીતિ નિયમ, આમન્યાને સાથે લઈને ચાલતી આ બેલડી વિદેશ સહિત ભારતની પણ અનેક સેવા સંસ્થા સાથે જોડાયેલી છે જેમની સાથે રહીને તે મદદની સરવાણી રેલાવતી રહે છે.
આ પણ વાંચો- Happy Valentine’s Day 2022 : શું તમે જાણો છો શા માટે મનાવવામાં આવે છે વેલેન્ટાઈન ડે ? જાણો ઐતિહાસિક કહાની