અમેરિકાના લોસ એન્જલસમાં આયોજિત સાબાન-2021 એવોર્ડમાં મૂળ ગુજરાતીઓનો દબદબો

|

Dec 12, 2021 | 10:21 PM

સાબાન એવોર્ડ મેળવનારા બે મૂળ ગુજરાતીમાં એક લેબોન હોસ્પિટાલિટી  ગ્રુપના સ્થાપક યોગી પટેલ છે . જ્યારે બીજા મૂળ ગુજરાતી પરિમલ શાહ છે જેઓ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે

અમેરિકાના લોસ એન્જલસમાં આયોજિત સાબાન-2021 એવોર્ડમાં મૂળ ગુજરાતીઓનો દબદબો
Saban Award

Follow us on

અમેરિકાના લોસ એન્જલસમાં વસવાટ કરતાં દક્ષિણ એશિયાના ઉદ્યોગકારોને દર વર્ષે સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ નેશનવાઇડ (સાબાન)થી સમ્માનિત કરવામાં આવે છે. સાબાન દ્વારા બિઝનેસની સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે પ્રદાન કરનારાઓની પસંદગી કરવામાં આવે છે. સાબાન-૨૦૨૧ ઍવોર્ડમાં આ વખતે મૂળ ગુજરાતીઓનો દબદબો રહ્યો છે. આ વર્ષે સેરિટોઝની સેરિટોન હોટલ ખાતે સમ્માન સમારોહનું આયોજન થયું હતું.

જે આઠ વ્યક્તિઓનું સમ્માન થયું. જેમાં બે મૂળ ગુજરાતી લેબોન હોસ્પિટાલિટી  ગ્રુપના સ્થાપક અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ યોગી પટેલ હોટલ બિઝનેસમાં પ્રવૃત છે ઉપરાંત અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

જ્યારે બીજા મૂળ ગુજરાતી પરિમલ શાહ છે જેઓ પણ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે સાથે બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ સિવાય મૂળ ભારતીય અને જ્વેલરી ક્ષેત્રે કાવેરીનાથન, મહેમુદખાન, ફૈઝલ મોઝુમ્બર, રામશંકર તહસીલદાર (રામબાબુ) તથા મુર્તુઝા રાહીનો સમાવેશ થાય છે.

આ તમામ એવોર્ડ મેળવારનું ઓરેન્જ કાઉન્ટિના કાઉન્સિલ વૂમન કીન યાન, સાબાન ઍવોર્ડના ચેરમેન રણજીત શિવા, ઍક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મોહમ્મદ ઇસ્લામ તથા પ્રકાશ પંચોળીના હસ્તે ઍવોર્ડ આપી સમ્માન કરાયું હતું.

સાબાનના ચેરમેન રણજીત શિવાને એમના ટૂંકા સંબોધનમાં સૌ એવોર્ડ મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકામાં બિઝનેસક્ષેત્રે દક્ષિણ એશિયાના મૂળ લોકોનું જે યોગદાન છે એને બિરદાવ્યું હતું અને આગળ સૌ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

બિઝનેસ અને સામાજિક સેવા ક્ષેત્રે એવોર્ડ મેળવનાર યોગી પટેલે જણાવ્યું હતું કે, આ મારા માટે ગૌરવની ક્ષણ છે. મને જે સમ્માન મળ્યું છે એ મારા પત્ની સોનિયાબેન, બાળકો ઋષિ અને સુજાને આભારી છે. મારી સફળતા પરિવારની સાથે મારા કર્મચારીઓનું પણ યોગદાન રહ્યું છે. આવા સમ્માન અમને બિઝનેસની સાથે સાથે સેવાક્ષેત્રે કાર્ય કરવાનું નવું જોમ પૂરું પાડે છે.

યોગી પટેલ મૂળ સુરતના
યોગી પટેલ મૂળ સુરતના છે. જે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. આર્સેટિયામાં રહેતા યોગી પટેલ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ હેઠળ તેઓ હોટલ, રીઅલ ઍસ્ટેટ, મેનેજમેન્ટ ક્ષેત્રે બિઝનેસ કરે છે. આ ઉપરાંત તેઓ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે.

યોગી પટેલ દ્વારા દર વર્ષે સામાજિક ઘાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થાય છે. કોરોના કાળમાં એમણે વિવિધ સંસ્થાઓ સાથે મળીને ફૂડ કેમ્પ અને વેક્સિનેશન કેમ્પ યોજ્યા હતા. ડિપ્લોમા કેમિકલ ઍન્જિનિયર યોગી પટેલનું અમેરિકાની વિવિધ સંસ્થાઓ દ્વારા અગાઉ પણ સમ્માન થઇ ચૂક્યું છે.

Next Article