
બ્રિટેનની સરકાર ચીની કંપની યુટોન્ગની બનાવેલી સેકન્ડો ઈલેક્ટ્રિક બસની તપાસ કરી રહી છે. આ બસ બ્રિટિશના રસ્તાઓ પર ચાલી રહી છે. સરકારને ડર છે કે, ચીન આ બસોને દુરથી બંધ કે ચાલું કરી શકે છે. સીધી વાત કરીએ તો બ્રિટેનને શક છે કે, ચીન તેને કંટ્રોલ કરી શકે છે. પરિવહન વિભાગ અને નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટર મળી કામ કરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે, શું યુટોન્ગ કંપની બસોના કંટ્રોલ સિસ્ટમ સુધી પહોંચી શકે છે. આ પહોંચ સોફ્ટવેર અપડેટ અને ડાયગ્નોસિસ માટે હોય શકે છે. જ્યારે બીજી અને ચીની કંપનીએ ખુદ સ્પષ્ટતા કરતા કહ્યું કે, કંપની દર જગ્યાએ નિયમોનું પાલન કરે છે. જે પણ ડેટા લેવામાં આવે છે. તે માત્ર બસને ફિટ રાખવા માટે હોય છે.
ફાઈનેશિયલ ટાઈમ્સની રિપોર્ટ મુજબ નૉર્વમાં તપાસમાં જાણવા મળ્યું કે, ચીની કંપની યુટોન્ગ પોતાની બસોને દુરથી જોઈ શકે અને રોકી પણ શકે છે. ડેનમાર્કે પણ આ કારણે તપાસ શરુ કરી છે. બ્રિટેનમાં યુટોન્ગે અંદાજે 700 ઈલેક્ટ્રિક બસની સપ્લાય કરી છે. કંપની લંડનમાં ડબલ ડેકર બસને લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ બસ ટ્રાન્સપોર્ટ ફોર લંડનના નિયમોનું પાલન કરે છે. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ. અમે નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. અમે નોર્વે અને ડેનમાર્કના નિર્ણયો માટેના ટેકનિકલ આધારને સમજવા માંગીએ છીએ. સરકાર કોઈ જોખમ ન રહે તેની ખાતરી કરવા માટે સતર્ક છે.”
ડેનમાર્કની તપાસમાં જાણવા મળ્યું કે, બસમાં એક સિક્રેટ સીમ કાર્ડ લાગેલું છે. જેને દુર કરવાથી કરવાથી રિમોટ કંટ્રોલ અટકશે. પરંતુ આવું કરવાથી બસ બીજી જરુરી સિસ્ટમ ડિસ્કનેક્ટ થઈ જશે. તેથી, આ પદ્ધતિ અપનાવવામાં આવી ન હતી. ડેનમાર્કની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની, મોવિયા, પણ તપાસ કરી રહી છે.
યુટોન્ગે સન્ડે ટાઈમ્સને નિવેદન આપતા કહ્યું કંપનીએ કહ્યું કે, તે દરેક જગ્યાએ કાનુન, નિયમ અને ઈન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડનું પાલન કરે છે. ડેટા માત્ર બસોનું મેન્ટેન્સ,સુધારો અને વધુ યોગ્ય બનાવવા માટે એકઠી થાય છે. તમામ ડેટા એન્ક્રિપ્ટેડ છે અને કંટ્રોલ કરવામાં આવે છે. ગ્રાહકની પરવાનગી વગર કોઈ ડેટા જોઈ શકાતા નથી. કંપની યુરોપીય સંધના ડેટા પ્રોટેક્શન કાનુનોનું પાલન કરે છે.