ઉત્તર કોરિયા (North Korea)એ મંગળવારે તેના પૂર્વ કિનારે સમુદ્રમાં બે ક્રૂઝ મિસાઈલ (Cruise missile) છોડી છે. યોનહાપ ન્યૂઝે સૈન્ય સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. આ પહેલા પણ ઉત્તર કોરિયાએ સતત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. યોનહાપ ન્યૂઝે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાની સૈન્ય લોન્ચિંગની જાણ કરવા માટે બાબતનું આંકલન કરી રહી છે. જો કે, જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના કાર્યાલયે આ અહેવાલની પુષ્ટિ કરી નથી. પ્યોંગયાંગ પર યુએનના પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડવાનું ચાલુ રાખ્યું છે. બેલેસ્ટિક મિસાઈલ (Ballistic missile)નું છેલ્લે 17 જાન્યુઆરીએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાની નવી હાઈપરસોનિક મિસાઈલની ક્ષમતાને લઈને સતત અટકળો થઈ રહી છે. ઉત્તર કોરિયાએ 11 જાન્યુઆરીએ નવી મિસાઈલનું પરીક્ષણ કરવાનો પણ દાવો કર્યો હતો. દક્ષિણ કોરિયાએ પણ તે જ દિવસે આ દાવાની પુષ્ટિ કરી હતી. આ મિસાઈલના પરિક્ષણને લઈને નિષ્ણાતોએ પણ પોતાના અલગ-અલગ મંતવ્યો આપ્યા હતા. કેટલાક સંરક્ષણ નિષ્ણાતોએ કહ્યું કે આ મિસાઈલને હાઈપરસોનિક કહી શકાય નહીં. આ મિસાઈલ એટલા અંતર સુધી પણ નથી ગઈ કે તેને અમેરિકન ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ માનવામાં આવે.
જો કે, દક્ષિણ કોરિયાના સૈન્ય વડાએ કહ્યું હતું કે 11 જાન્યુઆરીએ છોડવામાં આવેલી મિસાઈલ ઉત્તર કોરિયાએ છ દિવસ પહેલા પરીક્ષણ કરેલી મિસાઈલ કરતાં વધુ સારી રીતે સક્ષમ હતી. ઉત્તર કોરિયાએ 5 જાન્યુઆરીએ છોડેલી મિસાઈલને હાઈપરસોનિક મિસાઈલ ગણાવી હતી. પરંતુ ત્યારબાદ દક્ષિણ કોરિયા દ્વારા તેમના દાવા પર શંકા કરવામાં આવી હતી. હવે દક્ષિણ કોરિયાની સૈન્યએ પુષ્ટિ કરી છે કે ઉત્તર કોરિયા હાઈપરસોનિક મિસાઈલો છોડવામાં સક્ષમ છે.
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉને 5 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાર શસ્ત્રોના પરીક્ષણોમાં છ બેલેસ્ટિક મિસાઈલો લોન્ચ કરી છે. દક્ષિણ કોરિયાની સૈન્યએ પણ પુષ્ટિ કરી છે કે ઉત્તર કોરિયાએ 2022માં તેના પાંચમા પરીક્ષણમાં બે ક્રુઝ મિસાઈલો છોડી હતી.
5 જાન્યુઆરીના મિસાઈલ પરીક્ષણ બાદ યુએન સિક્યુરિટી કાઉન્સિલની બંધ બારણે બેઠક મળી હતી. પરંતુ નિરીક્ષકોએ જણાવ્યું હતું કે યુએનની ચિંતાથી ઉત્તર કોરિયાના ઈરાદાને કોઈ ફર્ક પડ્યો નથી. 2016માં યુનાઈટેડ નેશન્સે ઉત્તર કોરિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. આમ છતાં ઉત્તર કોરિયાએ આધુનિક શસ્ત્રો વિકસાવવાનું ચાલુ રાખ્યું છે.
આ પણ વાંચો: ઠંડીમાં દૂધાળા પશુઓની રાખો ખાસ કાળજી, દૂધ ઉત્પાદન વધારવા અપનાવો આ રીત
આ પણ વાંચો: WhatsApp Tips: શું તમારા વોટ્સએપ પર આવે છે આપત્તિજનક મેસેજ? આ રીતે કરો ફરિયાદ