અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ, વધુ એક ભારતીય મૂળનો નાગરિક પહોંચશે સંસદ!

|

Nov 16, 2023 | 10:20 PM

ભારતીય-અમેરિકન નીરજ અંતાણી જે અમેરિકામાં સૌથી યુવા લીડર છે એ ઓહાયોના બીજા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી સંસદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી છે. આ દરમ્યાન તેમણે એ પણ જણાવ્યુ હતું કે, ઓહાયોના ઈતિહાસમાં પ્રથમ હિન્દુ અને ભારતીય મૂળના અમેરિકન સેનેટર તરીકે દરરોજ સખત મહેનત કરીશ.

અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ, વધુ એક ભારતીય મૂળનો નાગરિક પહોંચશે સંસદ!

Follow us on

નીરજ અંતાણી આવતા વર્ષે માર્ચમાં રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણી લડશે. તેણે કહ્યું કે તે ઓહાયોનો પ્રથમ હિંદુ છે અને ભારતીય મૂળનો સૌથી યુવા અમેરિકન નાગરિક છે. આ સાથે અમેરિકન રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકોનું વર્ચસ્વ વધી રહ્યું છે તેમ ચોક્કસ કહેવાય. આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે નીરજ મૂળ કચ્છના છે અને તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર માર્ક ફોગલને ચૂંટણીમાં મ્હાત આપી.

કારણ કે હવે વધુ એક ભારતીય મૂળના નીરજ અંતાણીએ યુએસ સંસદમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. તેમણે ઓહાયોના બીજા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી સાંસદ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. જેની અમેરીકામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પણ ચર્ચા થઈ રહી છે.

તેમણે કહ્યું કે એક અમેરિકન તરીકે હું માનું છું કે અમેરિકન સ્વપ્ન જોખમમાં છે. એવા ઘણા લોકો છે જેમના માટે તેમના સપના પૂરા કરવા એક મોટો પડકાર છે. આમ કહેતા નીરજ અંતાણી. હું આવા અમેરિકન સપનાઓને બચાવવા માટે સંસદીય ચૂંટણી લડી રહ્યો છું.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

ઓહાયોના બીજા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી એમપી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે મેં ખાતરી કરી છે કે હું દરરોજ સખત મહેનત કરીશ. હું આપણા સમુદાય માટે કોંગ્રેસનો અથાક યોદ્ધા બનીશ. હું અમારા સહિયારા મૂલ્યો અને આદર્શો માટે અથાક મહેનત કરીશ.

ઓહિયોના 2જા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં 150 માઇલના અંતરમાં ફેલાયેલી 16 કાઉન્ટીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હું એવી નીતિઓ માટે મજબૂત રહીશ જે આપણા સમુદાયને લાભ આપે અને જેઓ તેમનો સખત વિરોધ નોંધાવીશું. તેમણે એ પણ કહ્યું હતું કે જો તેઓ ચૂંટય છે  તો તેઓ કોંગ્રેસમાં સૌથી યુવા ભારતીય અમેરિકન અને અમેરિકન ઇતિહાસમાં કોંગ્રેસના પ્રથમ રિપબ્લિકન હિંદુ સભ્ય બનશે.

તમને જણાવી દઈએ કે અંતાણીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે રિપબ્લિકન સાંસદ બ્રેડ વેનસ્ટ્રુપે ઓહાયોના સેકન્ડ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરીને ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં સશસ્ત્ર લોકોએ ચેક પોસ્ટ પર કર્યો હુમલો, 3 પોલીસ કોન્સ્ટેબલને બનાવ્યા બંધક

કોણ છે નીરજ અંતાણી?

અમેરિકાના મિયામીમાં જન્મેલા અને ઉછરેલા નીરજે મિયામીસબર્ગ હાઈસ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. નીરજે 2021માં ઓહાયોના સેનેટર તરીકે શપથ લીધા હતા. ઓહાયો સેનેટનો ભાગ બનનાર તેઓ ભારતીય મૂળના પ્રથમ અમેરિકન હતા. તેમણે અગાઉ 2014થી ઓહિયો હાઉસ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ તરીકે સેવા આપી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:20 pm, Thu, 16 November 23

Next Article