Nigeria Accident: નાઇજીરીયામાં બસ ટ્રેન સાથે અથડાઇ, છ લોકોનાં મોત, ડઝનેક ઘાયલ

Nigeria Accident: નાઈજીરીયાના લાગોસમાં એક પેસેન્જર બસ સાથે ટ્રેન અથડાતા છ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ જાણકારી આપી છે.

Nigeria Accident:  નાઇજીરીયામાં બસ ટ્રેન સાથે અથડાઇ, છ લોકોનાં મોત, ડઝનેક ઘાયલ
નાઇજીરીયામાં બસ અને ટ્રેન વચ્ચે અકસ્માત (સાંકેતિક ફોટો)
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Mar 10, 2023 | 2:45 PM

Nigeria Train Crash: નાઇજીરીયાના લાગોસમાં પેસેન્જર બસ સાથે ટ્રેન અથડાયા બાદ છ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ જાણકારી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર બસમાં સરકારી કર્મચારીઓ હતા, જેઓ કામ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તે ઇન્ટરસિટી ટ્રેન સાથે અથડાઈ હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 84 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ છ લોકોના મોત થયા છે. ચીફ ઈબ્રાહિમ ફરિનલોયે કહ્યું કે તમામ ઘાયલ એક જ બસના છે. ટ્રેનમાં સવાર કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

 


બસ ચાલકની બેદરકારીના કારણે અકસ્માત

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર લાગોસ સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના સેક્રેટરી ઓલુફેમી ઓકે-ઓસાનિન્ટોલુએ જણાવ્યું કે અકસ્માતમાં સામેલ બસ ડ્રાઈવરે ટ્રાફિક સિગ્નલ જોયો ન હતો અને તેની બેદરકારીના કારણે આટલી મોટી ઘટના બની છે.

(ઇનપુટ-ભાષાંતર)