મૃત્યુદંડની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ નૌસૈનિકો માટે રાહતના સમાચાર, કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગત 16 નવેમ્બરે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારે કહ્યું હતું કે આ નિર્ણય સામે અપીલ દાખલ કરવામાં આવશે. થોડા દિવસો પછી સુનાવણી હાથ ધરવામાં આવશે.

મૃત્યુદંડની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ નૌસૈનિકો માટે રાહતના સમાચાર, કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી
Qatar Court
| Edited By: | Updated on: Nov 24, 2023 | 1:01 PM

ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે ભારત દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. કતાર કોર્ટે ગઈકાલ ગુરુવારે એટલે કે 23 નવેમ્બરે અપીલ સ્વીકારી લીધી છે. આ મામલે ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરાશે. કતાર કોર્ટે 26 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજાનો ચુકાદો આપ્યો હતો. તે બધાએ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કર્યું હતું. ઓગસ્ટ 2022માં ભારતીય નૌસેનાના પૂર્વ નૌસૈનિકની ધરપકડ કરવામાં આવી હતી.

એક મીડિયા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે થોડા દિવસો પછી અપીલ સ્વીકારવામાં આવી હતી. કોર્ટે 23 નવેમ્બરે પ્રથમ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. ગઈકાલ ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટે ઔપચારિક રીતે અપીલ સ્વીકારી હતી. આગામી સુનાવણીની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

ગત 26 ઓક્ટોબરના રોજ, કતારની કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને અજાણ્યા આરોપો પર મૃત્યુદંડની સજા ફટકારી હતી. તે બધા દોહા સ્થિત દહરા ગ્લોબલના કર્મચારીઓ હતા અને ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતે આ નિર્ણયને અત્યંત આઘાતજનક ગણાવ્યો છે અને આ મુદ્દે કતાર સાથે વાતચીત માટે તમામ રાજદ્વારી ચેનલોને સક્રિય કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કતારમાં ધરપકડ કરાયેલા ભારતીય નૌસેનાના પૂર્વ નૌસૈનિકોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ તરીકે ઓળખ કરવામાં આવી છે. આ તમામ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ-સૈન્ય જવાનો છે. કતાર કોર્ટના મૃત્યુંદડના ચુકાદા પછી તેની પ્રથમ પ્રતિક્રિયામાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “અમે મૃત્યુદંડના નિર્ણયથી ખૂબ જ આઘાતમાં છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. “અમે નૌસેનાના પૂર્વ જવાનોના પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ, અને અમે તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ.”

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો