ન્યુયોર્ક ન્યૂઝ : એફ.બી.આઈએ ન્યૂયોર્કના મેયરનો ફોન અને આઈપેડ કર્યા જપ્ત, જાણો શું હતું કારણ ?

એફબીઆઈએ તેમના ભંડોળ એકત્રીકરણ અભિયાનની તપસના ભાગરૂપે ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સનો ફોન અને આઈપેડ જપ્ત કર્યો છે, જો કે તેમના પર હજુ સુધી કોઈ ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો નથી. આ બનાવ બાદ વકીલે આ સમગ્ર બાબતે માહિતી આપી હતી કે FBI એ શા માટે આ પગલું ભરવું પડ્યું. 

ન્યુયોર્ક ન્યૂઝ : એફ.બી.આઈએ ન્યૂયોર્કના મેયરનો ફોન અને આઈપેડ કર્યા જપ્ત, જાણો શું હતું કારણ ?
| Updated on: Nov 12, 2023 | 5:53 PM

યુ.એસ.માં એફબીઆઈ અધિકારીઓએ તેમના ભંડોળ એકત્રીકરણ કેમ્પેનિંગની તપાસના ભાગરૂપે ન્યુ યોર્ક શહેરના મેયર એરિક એડમ્સના ફોન અને આઈપેડ જપ્ત કર્યા હતા. મેયરના વકીલ બોયડ જ્હોન્સને આ બાબતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એફબીઆઈએ સોમવારે રાત્રે એક ઘટના બાદ ફોન અને આઈપેડ જપ્ત કર્યા હતા.

ત્યારે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘FBIએ  રાત્રે એક ઘટના બાદ મેયરનો સંપર્ક કર્યો હતો. મેયરે તરત જ એફબીઆઈની વિનંતી સ્વીકારી અને તેમની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ તેમને સોંપી દીધી.

‘મેયર પર કંઈ ખોટું કર્યું હોવાનો આરોપ નથી’

વકીલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘મેયર પર કંઈપણ ખોટું કર્યું હોવાનો આરોપ નથી અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે.’ ફોન વગેરે જપ્ત કરવા અંગેનો અહેવાલ સ્થાનિક મીડિયામાં આપવામાં આવ્યો હતો. ફેડરલ સત્તાવાળાઓએ ફંડ એકત્રીકરણ કેમ્પેનિંગમાં એડમ્સની મુખ્ય સહાયક બ્રિઆના સુગ્સના ઘરની તપાસ કરી હતી. આ સર્ચ ઓપરેશન પછી, મેયરે વ્હાઇટ હાઉસના અધિકારીઓને મળવા માટે વોશિંગ્ટનની અગાઉ નક્કી કરેલી મુલાકાત રદ કરી અને ન્યૂયોર્ક પરત ફર્યા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાન સમાચાર : ઈમરાન ખાન બાદ તેની પત્ની બુશરા બીબી જશે જેલમાં ? જાણો શું છે ભ્રષ્ટાચારનો મામલો

‘મારી પાસે છુપાવવા માટે કંઈ નથી’ – એડમ્સ

ડેમોક્રેટ પાર્ટીના સભ્ય એડમ્સે તેમના ફોન જપ્ત કરવા અંગે વાત કરી ન હતી. “કાયદા અમલીકરણના ભૂતપૂર્વ સભ્ય તરીકે, હું મારા સ્ટાફના તમામ સભ્યો કાયદાનું પાલન કરવાની અને કોઈપણ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશ.” એડમ્સે શુક્રવારે રાત્રે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો