New York: 5000 કરોડના ગેરકાયદેસર આર્થિક વ્યવહારોને પગલે 4 ભારતીયોની ધરપકડ, 26 વર્ષનો નીલ પટેલ સકંજામાં

અમેરિકામાં ચાર ભારતીયોની ધરપકડ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં 600 મિલિયન ડોલર એટલે કે 5 હજાર કરોડ રુપિયાની રકમના ગેરકાયદેસર વ્યવહારો કર્યો હોવાનો તેમની પર આરોપ છે. મૂળ ભારતીય તમામ ચારેય શખ્શોની ધરપકડ કરીને તેમની સામે આર્થિક ગેરકાયદેસર વ્યવહારોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. મામલામાં કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 4 ભારતીય મૂળના હોવાનુ મીડિયા અહેવાલ મુજબ વિગતો સામે આવી છે.

New York: 5000 કરોડના ગેરકાયદેસર આર્થિક વ્યવહારોને પગલે 4 ભારતીયોની ધરપકડ, 26 વર્ષનો નીલ પટેલ સકંજામાં
26 વર્ષનો નીલ પટેલ સકંજામાં
| Edited By: | Updated on: Oct 08, 2023 | 8:28 PM

અમેરિકામાં ચાર ભારતીયોની ધરપકડ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં 600 મિલિયન ડોલર એટલે કે 5 હજાર કરોડ રુપિયાની રકમના ગેરકાયદેસર વ્યવહારો કર્યો હોવાનો તેમની પર આરોપ છે. મૂળ ભારતીય તમામ ચારેય શખ્શોની ધરપકડ કરીને તેમની સામે આર્થિક ગેરકાયદેસર વ્યવહારોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. મામલામાં કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 4 ભારતીય મૂળના હોવાનુ મીડિયા અહેવાલ મુજબ વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ Arvalli: પૂર્વ IPS અને ભિલોડા MLAના પત્નીને બંધક બનાવી લુંટ આચરવાનો મામલો, 3 આરોપી LCB એ ઝડપ્યા

કમીશન લઈને તેઓ નાણાંકીય વ્યવહાર કરતા હોવાને લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે, તેઓ કમીશન લઈને રોકડ રકમ ને ચેક દ્નારા કે પછી અન્ય રીતે નાણાં ટ્રાન્સફર કકરી આપતા હતા. નિયમોનુસાર તેઓ ના તો કંપની ધરાવતા હતા કે, તેમની પાસે સત્તાવાર રીતે કોઈ નોંધણી કરવામાં આવી નહોતી. આમ વિના કોઈ પરવાનાએ જ તેઓ ગેરકાયદેસર રીતે નાણાંકીય વ્યવહારો કરતા હોવાનુ ધ્યાને આવતા જ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પાંચમાંથી ચાર ભારતીય

આ અંગેની વિગતો મુજબ ચાર ભારતીય મૂળના લોકોની સંડોવણી સામે આવી છે. કુલ 5 લોકોઆ મામલામાં સંડોવાયેલા હોવાનુ ખુલ્યુ હતુ. જેમાંથી ચાર ભારતીય નીલ પટેલ ઉંમર 26, શ્રેય વૈદ્ય ઉંમર 23, રાજ વૈદ્ય ઉંમર 26 અને રાકેશ વૈદ્ય ઉંમર 51નો સમાવેશ થાય છે. આ ચારેય ભારતીય ન્યૂજર્સીના એડિસન વિસ્તારના રહેવાસી હતી. પાંચમો શખ્શ અમેરિકન હોવાનુ જણાવ્યુ હતુ. જે 57 વર્ષીય યૂસુફ જાનફર છે અને તે ગ્રેટ નેક ન્યૂયોર્કનો રહેવાસી છે.

ચારેય ભારતીય મૂળના પકડાયેલા શખ્શો અગાઉ કંપની સંચાલન કરવાનો અનુભવ ધરાવે છે. તેઓ 2019 ના અરસા દરમિયાન ન્યૂયોર્ક સિટીમાં ડાયમંડ ડિસ્ટ્રીક્ટમાં કેટલીક કથિત કંપનીઓનુ સંચાલન કરતા હતા. તેઓની કંપની હીરા, સોના સહિત કિંમતી આભૂષણોના લગતી હતી. પાંચમો જે આરોપી છે, એ યુસૂફ પણ કેટલીક કંપનીઓ સંચાલન કરવાનો અનુભવ ધરાવે છે. પાંચેયના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમાં તેઓના ઈતિહાસને લઈ વિગતો રજૂ કરવામાં આવી હતી. જેના આધાર પર આ વિગતો પ્રાપ્ત થઈ હોવાનુ મીડિયા અહેવાલમાં જણાવ્યુ હતુ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:26 pm, Sun, 8 October 23