Nepal Protest: રાજીનામા પછી કેપી ઓલી ભાગ્યા દુબઇ ? નેપાળની એર હોસ્ટેસનો દાવો, શેર કર્યો Video

નેપાળ મોટા રાજકીય ઉથલપાથલમાંથી હાલમાં પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા આંદોલને હવે હિંસક વળાંક લીધો છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મંગળવાર રાતથી નેપાળી સેનાએ આખા દેશની કમાન પોતાના હાથમાં લઇ લેવી પડી છે. દરમિયાન, મોટા સમાચાર આવી રહ્યા છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપ્યા પછી દેશ છોડીને દુબઈ ભાગી ગયા છે.

Nepal Protest:  રાજીનામા પછી કેપી ઓલી ભાગ્યા દુબઇ ? નેપાળની એર હોસ્ટેસનો દાવો, શેર કર્યો Video
| Updated on: Sep 10, 2025 | 9:18 AM

નેપાળ મોટા રાજકીય ઉથલપાથલમાંથી હાલમાં પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા આંદોલને હવે હિંસક વળાંક લીધો છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે મંગળવાર રાતથી નેપાળી સેનાએ આખા દેશની કમાન પોતાના હાથમાં લઇ લેવી પડી છે. દરમિયાન, મોટા સમાચાર આવી રહ્યા છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપ્યા પછી દેશ છોડીને દુબઈ ભાગી ગયા છે.

વાત કઇક એમ છે કે એક નેપાળી એર હોસ્ટેસે એરપોર્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓલી કાઠમંડુથી દુબઈ જવા રવાના થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વિરોધીઓના ગુસ્સાને વધુ વેગ આપી રહ્યો છે.

નેપાળી એર હોસ્ટેસે શેર કરેલો Video

શું કેપી ઓલીએ સેનાની મદદ લીધી હતી?

મીડિયા રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓલીએ દેશ છોડવા માટે સેનાની મદદ માંગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તબીબી સારવારના બહાને દુબઈ ગયા છે. અને હિમાલય એરલાઇન્સના એક જેટને પણ તેમના માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું. દરમિયાન, લલિતપુરના ભૈસેપતિ વિસ્તારમાં હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા બાદ આ અટકળોને વધુ વેગ મળ્યો છે.

હિંસાનો વધતો વ્યાપ

આંદોલનના બીજા દિવસે, વિરોધીઓનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેમણે ઓલીના ખાનગી ઘર તેમજ રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ લગાવી દીધી હતી. તાજેતરના અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં થયેલી અથડામણ અને આગચંપીમાં 22 લોકો માર્યા ગયા છે અને 400 થી વધુ લોકો ઘાયલ થયા છે.

સેનાએ ચેતવણી આપી હતી

નેપાળી સેનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે કેટલાક બદમાશો સામાન્ય નાગરિકો અને સરકારી મિલકતોને નિશાન બનાવી રહ્યા છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં લૂંટફાટ, આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓ બની રહી છે. સેનાએ લોકોને આ પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરી છે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભૂતપૂર્વ વડાપ્રધાનોના ઘરો પર હુમલો

માત્ર ઓલી જ નહીં, આંદોલનકારીઓએ ત્રણ અન્ય ભૂતપૂર્વ વડા પ્રધાનોને પણ નિશાન બનાવ્યા હતા. શેર બહાદુર દેઉબા, ઝાલાનાથ ખાનાલ અને પુષ્પ કમલ દહલ પ્રચંડના ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન ખાનાલના પત્ની રાજલક્ષ્મી ચિત્રકર આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. તે જ સમયે, શેર બહાદુર દેઉબાને તેમના ઘરની અંદર વિરોધીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને નાણામંત્રી વિષ્ણુ પૌડેલનો જાહેરમાં પીછો કરીને માર મારવામાં આવ્યો હતો.

નેપાળને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.