Plane Crash in Nepal: તમામ 22 લોકોના મોતની આશંકા, અત્યાર સુધીમાં 22 મૃતદેહ મળી આવ્યા, 14,000 ફૂટની ઊંચાઈએ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

|

May 30, 2022 | 5:03 PM

Tara Air Nepal Plane Crash News: નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના સ્થળે હાજર પોલીસ અને બચાવ ટીમને અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાઠમંડુ લાવવામાં આવી રહ્યા છે.

Plane Crash in Nepal: તમામ 22 લોકોના મોતની આશંકા, અત્યાર સુધીમાં 22 મૃતદેહ મળી આવ્યા, 14,000 ફૂટની ઊંચાઈએ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
નેપાળમાં પ્લેન ક્રેશ

Follow us on

નેપાળ પ્લેન ક્રેશમાં (Nepal Plane Crash)માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વિમાન દુર્ઘટનામાં તમામ 22 મુસાફરોના મોતની આશંકા છે. અત્યાર સુધીમાં 21 મૃતદેહો મળી આવ્યા છે.આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાઠમંડુ લાવવામાં આવી રહ્યા છે. નેપાળની સેનાએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે સવારે ક્રેશ થયેલા પેસેન્જર પ્લેનનો કાટમાળ ઉત્તર-પશ્ચિમ નેપાળના મુસ્તાંગ જિલ્લાના (Mustang District) થાસાંગ-2ના સનોસવેરમાં મળી આવ્યો હતો. વિમાન લગભગ 20 કલાક સુધી ગુમ હતું. તારા એરના ટ્વિન ઓટર 9NAET વિમાને રવિવારે સવારે 10 વાગ્યે પોખરાથી ઉડાન ભરી હતી, પરંતુ 15 મિનિટ પછી તેના કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં ચાર ભારતીય, બે જર્મન અને 13 નેપાળી નાગરિકો સહિત કુલ 22 લોકો સવાર હતા.

એરલાઇન દ્વારા જાહેર કરાયેલા મુસાફરોની યાદી અનુસાર, વિમાનમાં હાજર ભારતીયોની ઓળખ અશોક કુમાર ત્રિપાઠી, તેમની પત્ની વૈભવી બાંદેકર ત્રિપાઠી અને બાળકો – ધનુષ ત્રિપાઠી અને રિતિકા ત્રિપાઠી તરીકે કરવામાં આવી છે. આ પરિવાર મહારાષ્ટ્રના થાણે જિલ્લાનો છે. આગલા દિવસે, અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને વાદળછાયું આકાશને કારણે, ક્રેશ થયેલા વિમાનના કાટમાળ સુધી પહોંચવું મુશ્કેલ હતું.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

નેપાળ આર્મીના પ્રવક્તાએ જણાવ્યું છે કે મૃતદેહોને બહાર કાઢવા માટે 15 સૈન્યના જવાનોની ટીમ અકસ્માત સ્થળની નજીક ઉતારવામાં આવી છે. ક્રેશ સાઇટ લગભગ 14,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે જ્યારે ટીમને 11,000 ફૂટની ઊંચાઈએ ઉતારવામાં આવી છે. નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘અમને શંકા છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. અમારું પ્રાથમિક મૂલ્યાંકન દર્શાવે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી, પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

કેનેડિયન નિર્મિત આ વિમાન પોખરાથી મધ્ય નેપાળના પ્રખ્યાત પર્યટન શહેર જોમસોમ જઈ રહ્યું હતું. પ્લેન ક્રેશની તસવીર સામે આવી છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્લેન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે અને તેના ટુકડા અહીં-ત્યાં વિખરાયેલા છે.

2016માં પણ તારા એરનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 23 લોકોના મોત થયા હતા

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ મનપથ પર્વતની નીચે આવેલા સનોસવેરમાં મળી આવ્યો હતો. લંખુ નદીના ઉદ્ગમ સ્થાન પાસે એક પહાડી પર વિમાન ક્રેશ થયું હતું. મુસ્તાંગના ચીફ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નેત્રા પ્રસાદે જણાવ્યું હતું કે વિમાન સમુદ્ર સપાટીથી લગભગ 4,000 મીટરની ઊંચાઈએ એક પહાડી પર ક્રેશ થયું હતું.

2016માં તારા એરનું અન્ય એક પ્લેન ટેક ઓફ કર્યા બાદ આ જ રૂટ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 23 લોકોના મોત થયા હતા. તે જ સમયે, માર્ચ 2018 માં, ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુએસ-બાંગ્લા એરનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં સવાર 51 લોકો માર્યા ગયા હતા.

Published On - 1:19 pm, Mon, 30 May 22

Next Article