Nepal Economic Crisis : કાર્ડના ડેક પર 100 કરોડ ઉડાડ્યા પછી શ્રીલંકા બાદ નેપાળમાં પણ આર્થિક મંદી

|

Apr 28, 2022 | 10:03 PM

નેપાળમાં (Nepal) વિદેશી હૂંડિયામણમાં ભારે ઘટાડાને ધ્યાનમાં રાખીને ઘણી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નેપાળને ડર છે કે તેની હાલત શ્રીલંકા જેવી ન થઈ જાય. આ દરમિયાન એવું સામે આવ્યું છે કે નેપાળમાં છેલ્લા 5 વર્ષમાં 100 કરોડથી વધુ કાર્ડની આયાત કરવામાં આવી હતી.

Nepal Economic Crisis : કાર્ડના ડેક પર 100 કરોડ ઉડાડ્યા પછી શ્રીલંકા બાદ નેપાળમાં પણ આર્થિક મંદી
Sri Lanka & Nepal Flag (File Photo)

Follow us on

શ્રીલંકા (Shi Lanka) બાદ હવે નેપાળમાં (Nepal) પણ આર્થિક મંદીનો ખતરો છે. એવી આશંકા છે કે નેપાળની હાલત પણ શ્રીલંકા જેવી થઈ શકે છે. આર્થિક મંદીને દૂર કરવા નેપાળે ઘણી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તેનું કારણ વિદેશી હૂંડિયામણમાં (Foreign Exchange) ભારે અછત અને ઉચ્ચ વેપાર ખાધ છે. પરંતુ આર્થિક મંદી (Economic Crisis) વચ્ચે નેપાળની ઘણી બિન-જરૂરી ચીજો વિદેશથી આયાત (Import & Export) કરવાની વાત પણ સામે આવી છે. નેપાળે છેલ્લા 5 વર્ષમાં વિદેશમાંથી રૂ. 100 કરોડથી વધુના કાર્ડની આયાત કરી છે. નેપાળમાં ફક્ત કેસિનોમાં જ નહીં, પરંતુ દશેરા, (Dussehra) દિવાળી (Diwali) જેવા અવસર પર પણ ઘરે-ઘરે પત્તા રમવાની પરંપરા છે.

નેપાળના આર્થિક મંત્રાલયના રેકોર્ડ અનુસાર દેશના લોકોએ દિવાળીના અવસર પર જ 9 કરોડ રૂપિયાથી વધુના કાર્ડ આયાત કર્યા હતા. અહીં હજારો રૂપિયાની કિંમતના ગોલ્ડ પ્લેટેડ કાર્ડ પણ ઓછી કિંમતના કાર્ડથી આયાત કરવામાં આવે છે. મોટાભાગના કાર્ડ ચીનમાંથી આયાત કરવામાં આવે છે, જ્યારે લક્ઝરી કાર્ડ (Luxury Card Game) દુબઈ સહિત યુરોપના તમામ દેશોમાંથી આયાત કરવામાં આવે છે.

કોરોનાકાળમાં પણ કાર્ડનો ક્રેઝ ઓછો થયો નથી

છેલ્લા 21 મહિનામાં જ્યારે વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે. ઓછી આવક ધરાવતા લોકો માટે પણ ખોરાકની અછત હતી. આવા સમયગાળામાં પણ નેપાળે લગભગ 25 મિલિયન પેકેટ કાર્ડની આયાત કરી હતી. આ માટે દેશના વિદેશી મુદ્રા ભંડારમાંથી 90 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તે જ સમયે જ્યારે કોવિડ-19 ચરમસીમા પર હતો, નેપાળે તે વર્ષમાં પણ 28 કરોડ 62 લાખ 27 હજાર રૂપિયાના કાર્ડની આયાત કરી હતી. ગયા વર્ષના છેલ્લા મહિનામાં જ 5 કરોડના પ્લેયિંગ કાર્ડની આયાત કરવામાં આવી હતી.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

નેપાળના 50 લાખ લોકો વિદેશમાં રહે છે

નેપાળની વસ્તી લગભગ 2 કરોડ 65 લાખ છે. તેમાંથી 50 લાખ વિદેશમાં રહે છે. આવી સ્થિતિમાં દેશમાં 21 મહિનામાં કાર્ડના 2, 26, 87, 700 પેકેટની આયાત થાય તો સરકારની ચિંતા સ્વાભાવિક છે.

આ પણ વાંચો – ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ‘ઢોલીડા’ ગીતે 100 મિલિયન વ્યૂઝનો આંકડો કર્યો પર, કોરિયોગ્રાફર કૃતિ મહેશે શેયર કરી આ વાત

આ પણ વાંચો – વિપક્ષી મુખ્યમંત્રીઓ પર હરદીપ સિંહ પુરીએ કર્યા પ્રહાર, કહ્યું દારૂના બદલે ઈંધણ પર VAT ઓછો કરો, સસ્તું થઈ જશે પેટ્રોલ

Published On - 9:58 pm, Thu, 28 April 22

Next Article