નેપાળ ભૂકંપ અસરગ્રસ્તોની આપવીતી, ઘર-છત નથી, કડકડતી ઠંડીથી બચવા પહેરવી પડે છે પ્લાસ્ટીકની થેલી

નેપાળમાં આવેલ વિનાશક ભૂકંપને કારણે સર્વત્ર તબાહી સર્જાઈ છે. નેપાળમાં ઠેર ઠેર લોકોના ઘર ધ્વસ્ત થઈ ગયા છે. ભૂકંપ અસરગ્રસ્તો કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રાત વિતાવી રહ્યાં છે. તો કેટલાક લોકો કાટમાળમાં તેમના દટાટેલા સ્વજનની ભાળ મળે તે માટે તંત્ર સમક્ષ આશ લગાવીને બેઠા છે.

નેપાળ ભૂકંપ અસરગ્રસ્તોની આપવીતી, ઘર-છત નથી, કડકડતી ઠંડીથી બચવા પહેરવી પડે છે પ્લાસ્ટીકની થેલી
નેપાળમાં વિનાશક ભૂકંપથી પડી ગયેલ ઘર
| Edited By: | Updated on: Nov 05, 2023 | 7:04 PM

નેપાળમાં ગત 3 નવેમ્બરની મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપથી અનેક ગામ અને નાના શહેરમાં તબાહી સર્જાઈ છે. નેપાળના ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર મકાનો કાટમાળમાં ફેરવાયેલા દેખાય છે. લોકોના કાચા પાકા ઘર ખંડેરમાં ફેરવાયેલા જોવા મળે છે. ભૂકંપ પહેલા જ્યાં ખુશહાલી જોવા મળતી હતી ત્યાં આજે દુંખ અને ગ્લાનીની સ્થિતિ જોવા મળે છે. એકબીજાને સધીયારો આપતા કેટલાક ગ્રામિણો જોવાઈ રહ્યાં છે. પરંતુ સ્થિતિ એવી છે કે કોણ કોને સધિયારો આપે. એવા કેટલાય ગામ છે જ્યા પહેલા અનેક ઘર હતા ત્યા ભૂકંપ બાદ માત્ર કાટમાળ જ જોવા મળે છે. ભૂકંપના કેન્દ્રબીદું નજીક એટલે કે ઉત્તર-પશ્ચિમ નેપાળના પર્વતીય વિસ્તારોમાં ગ્રામવાસીઓને કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રાત ગુજારવી પડે છે.

નેપાળના ચેયુરી અને જાજરકોટમાં તબાહી

Nepal earthquake

નેપાળના જાજરકોટ ગામની સ્થિતિ સૌથી ખરાબ જણાય છે. જાજરકોટ ગામના લગભગ તમામ મકાનો ધરાશાયી થઈ ગયા છે અથવા તો ખખડધજ બની ગયા છે. જ્યારે ચિયુરી ગામની હાલત પણ જાજરકોટ ગામ જેવી જ છે. ગામના લોકોને રાત વિતાવવા ખુલ્લામાં સુઈ રહેવું પડે છે. ઠંડીથી બચવા માટે પ્લાસ્ટિકની થેલી વિટાળવી પડે છે. અનેક લોકો પોતાના ઘરને કાટમાળમાં ફેરવાયેલું જોઈને રડી રહ્યાં છે. આ કાટમાળમાં કેટલાક તેમના સ્વજનોને અથવા તો જીવનભરની કમાણી જેવી કિંમતી સામગ્રી શોધી રહ્યાં છે.

157 લોકોના મોત

બે દિવસ પૂર્વે નેપાળમાં આવેલા આ વિનાશક ભૂકંપથી, અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 157 લોકોના મોત થયા હોવાનું જાહેર થયું છે. બચાવ અને રાહત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ભૂકંપની તીવ્રતા એટલી બધી નહોતી. આમ છતા ભૂકંપના કેન્દ્રબીદુંની આસપાસના વિસ્તારોમાં નબળી ગુણવત્તાના બંધાયેલા બાંધકામને કારણે, અનેક ઘર ધરાશાયી થયા છે. ભૂકંપને કારણે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. નેપાળના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, માર્યા ગયેલા મોટાભાગના લોકો, મકાનના કાટમાળ નીચે દટાયેલા હતા. ભૂકંપને કારણે તેમના મકાનો તૂટી પડ્યા હતા. આ મકાનો નબળા હતા કારણ કે તે સામાન્ય રીતે પરંપરાગત રીતે પથ્થર અને લાકડાના ઉપયોગ દ્વારા બાંધવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો