
નેપાળમાં ભૂકંપે તબાહી મચાવી છે. શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં નેપાળને મોટુ નુકસાન થયુ છે અને 150થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે એટલે કે રવિવારે વહેલી સવારે 4.38 મિનિટ પર ભૂકંપનો વધુ એક ઝટકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 હતી. તેનું કેન્દ્ર બિંદુ કાઠમંડુ હતું. તમને જણાવી દઈએ કે 30 કલાકમાં નેપાળમાં ભૂકંપના 3 મોટા ઝટકા આવ્યા છે. પ્રથમ ઝટકો શુક્રવારની રાત્રે 11 વાગ્યેને 32 મિનિટ પર આવ્યો, જેની તીવ્રતા 6.4 હતી. જેને સમગ્ર નેપાળમાં તબાહી મચાવી દીધી.
ત્યારે બીજો ઝટકો શનિવારે બપોરે 3.40 મિનિટે આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 હતી અને ત્રીજો ઝટકો આજે વહેલી સવારે આવ્યો છે. એટલે કે 30 કલાકમાં નેપાળની ધરતી 3 વખત ધ્રુજી છે. ભૂકંપના કારણે 157 જેટલા લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે અને લોકોના ઘર ધરાશાયી થઈ ચૂક્યા છે.
An Earthquake of Magnitude 3.6 strikes 169km NW of Kathmandu, Nepal: National Center for Seismology pic.twitter.com/fGhY5RvCdC
— ANI (@ANI) November 4, 2023
આ પહેલા નેપાળમાં વર્ષ 2015માં સૌથી મોટો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર જેની તીવ્રતા 7.8 હતી. જેના કારણે નેપાળમાં ભીષણ તબાહી મચી હતી. જેમાં 9000 લોકોના મોત થયા હતા અને 22000થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2015 બાદ નેપાળમાં શુક્રવારે 3 નવેમ્બરે આવેલો ભૂકંપ સૌથી વધારે ખતરનાક હતો. જેના કારણે જાજરકોટ અને રૂકુમમાં સૌથી વધારે નુકસાન થયુ છે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને ભારત તરફથી જે થઈ શકે તે પ્રકારની મદદ કરવાનું વચન આપ્યું છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો