
પાડોસી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીની મારે હાલ બેહાલ કર્યા છે. બેકાબુ બની રહેલા હાલતના કારણે દેશમાં એકવર્ગને બે ટેંક ભોજનના પણ ફાંફા પડી રહ્યા છે. પાકિસ્તાનમાં એક કિલો ઘઉંની કિંમત ૬૦ રૂપિયા થી ગઈ છે જે સામાન્ય કરતા ૩ ગણી વધુ કિંમત માનવામાં આવી રહી છે. માત્ર ઘઉં જ નહિ પરંતુ શાકભાજી, દૂધ, ખાંડ અને ટ્રાન્સપોર્ટેશન ની કિંમત પણ આમ આદમીની પહોંચ બહાર જઈ રહી છે. શાકભાજીના દામ ૨૨૫ રૂપિયા સુધી ચૂકવવા પડી રહ્યા છે.
ઘઉંની કિંમત કોરોનાકાળ અગાઉથીજ બેકાબુ બની હતી જેમાં કોરોને પડતા ઉપર પાટુ માર્યું હતું. સરકારે કિંમતો ઉપર નિયંત્રણ પ્રયાસ કર્યા પરંતુ ૪૦ કિલો ઘઉં ૨૪૦૦ રૂપિયાથી નીચે ઉપલબ્ધ કરાવી શકાયા નથી. અનાજ એસોસિએશનના ફંડની માંગનો પણ સ્થાનિક સરકાર કોઈ જવાબ ન આપતા ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં હાલત બદતર બને તો નવાઈ નહિ
પાકિસ્તાનમાં શાકભાજીના દામ પણ આસમાને પહોંચ્યા છે. આમ આદમી માટે ત્યાં શાકભાજી ખરીદવું મુશ્કેલ બનવા લાગ્યું છે.ડુંગળીની કિંમત સાંભળતાજ લોકોની આંખમાં આંસુ આવી રહ્યા છે. સસ્તામાં સસ્તી ડુંગળી પણ ૯૦ રૂપિયે કિલોથી નીચે મળી નથી રહી તો ટામેટા ૧૫૦ રૂપિયે કિલો અને વટાણા ૨૨૫ રૂપિયે કિલોના ભાવે પહોંચતા લોકો માટે શું ખરીદવું અને શું ખાવું એ મુશ્કેલી સર્જાઈ છે. પાકિસ્તાનમાં માંસાહાર ઉપર ભાર અપાય છે. મેરેજ સીઝન શરૂ થતા તેની કિંમતો પણ બમણી થી ગઈ છે. ૯૦ રૂપિયે કિલો વેચાતું ચિકન ૨૧૦ રૂપિયા સુધી મોંઘુ બન્યું છે. કોરોનાકાળમાં અહીં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બન્યું છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનતા તેની અસર દરેક ચીજની કિંમતો ઉપર પડી રહી છે. વ્યવસ્થાપનના અભાવે સ્ટોરેજ સહિતની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોએ ઊંચા દામ આપવા પડે છે જેના કારણે મોંઘવારી પણ વધી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો