રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નાટો દેશોની રોમાનિયામાં યુદ્ધની તૈયારી, ફાઈટર જેટનું આકાશમાં શક્તિ પ્રદર્શન

|

Nov 24, 2022 | 3:26 PM

રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ યુદ્ધની ધમકીઓ પછી પણ, નાટો દેશોએ કવાયત કરી હતી, જેમાં ICBM, SLBM અને બોમ્બર લોન્ચર પણ સામેલ હતા. જોકે, બાદમાં રશિયાએ કોઈપણ પરમાણુ ખતરો નકારી કાઢ્યો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નાટો દેશોની રોમાનિયામાં યુદ્ધની તૈયારી, ફાઈટર જેટનું આકાશમાં શક્તિ પ્રદર્શન
નાટો દેશો યુદ્ધ એક્સાઇઝ કરી રહ્યા છે. (સાંકેતિક ફોટો)
Image Credit source: AFP

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે નાટો દેશો પણ કમર કસી રહ્યા છે. નાટો દેશો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે યુદ્ધ એક્સાઈઝ કરી રહ્યા છે. આ વખતે નાટો દેશોની તાકાતના પ્રદર્શનનું કેન્દ્ર રોમાનિયા બન્યું છે. રોમાનિયામાં નાટો દેશોની સેનાના સૈનિકો અને લડાયક શસ્ત્રો હુમલાની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. નાટો દેશ પોલેન્ડ પર મિસાઈલ હુમલાના એક સપ્તાહ બાદ નાટો દેશોએ યુદ્ધ અભ્યાસ હાથ ધર્યો હતો. આ આર્મી ડ્રિલમાં ફાઈટર જેટ સિવાય મિસાઈલની મુવમેન્ટ પણ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

રોમાનિયા એ યુરોપના પૂર્વ ભાગમાં યુક્રેન અને કાળા સમુદ્રની સરહદે આવેલો દેશ છે, તે જોતાં નાટો દેશો કોઈ જોખમ લેવા માંગતા નથી. દરમિયાન, સ્પેને કહ્યું છે કે તે નાટોના પૂર્વીય ભાગને મજબૂત કરવા માટે ડિસેમ્બરમાં રોમાનિયામાં સૈનિકો અને F-18 ફાઇટર જેટ મોકલવા જઈ રહ્યું છે.

અગાઉ, રશિયા યુક્રેન યુદ્ધમાં પરમાણુ યુદ્ધની ધમકીઓ પછી પણ, નાટો દેશોએ કવાયત કરી હતી, જેમાં ICBM, SLBM અને બોમ્બર લૉન્ચર્સ પણ સામેલ હતા. જોકે, બાદમાં રશિયાએ કોઈપણ પરમાણુ ખતરો નકારી કાઢ્યો હતો.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

યુક્રેન રશિયન ટેન્ક પર હુમલો કરે છે

જ્યાં પણ યુક્રેનિયન દળને વળતો હુમલો કરવાની તક મળી રહી છે, તે જવા દેતી નથી. વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે યુક્રેનની સેનાએ એમ્બ્યુશ કરીને રશિયન T-80BV ટેન્કને નિશાન બનાવી અને પછી તેને બ્લાસ્ટથી ઉડાવી દીધી. યુક્રેનિયન હુમલા પછી, ટાંકી આગના ગોળામાં ફેરવાઈ ગઈ અને સંપૂર્ણપણે નાશ પામી.

એવું કહેવાય છે કે રશિયન બેઝ પર આ હુમલો યુક્રેનિયન ફોર્થ ટેન્ક બ્રિજ દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલા પછી, રશિયન ટેન્ક સંપૂર્ણપણે નકામી થઈ ગઈ અને રશિયન સૈનિકો તેને છોડીને ભાગી ગયા. ખેરસનમાંથી રશિયન સેના હટી ગયા બાદ યુક્રેનનો જુસ્સો ઉંચો છે અને તેઓ જ્યાં પણ તક મળે છે ત્યાં રશિયન સેનાને નિશાન બનાવી રહ્યા છે.

યુક્રેનની પોતાની એર ડિફેન્સ મિસાઇલે કિવની રહેણાંક ઇમારત પર હુમલો કર્યો

અહીં, રશિયાનો દાવો છે કે ગઈકાલે કિવના રહેણાંક મકાનમાં જે વિનાશ થયો તે યુક્રેનની પોતાની હવાઈ સંરક્ષણની મિસાઈલ છે. રશિયાના જણાવ્યા અનુસાર, તેની મિસાઇલો દ્વારા માત્ર પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું. રશિયન મિસાઇલોને અટકાવવા માટે યુક્રેન દ્વારા એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી. સમાન હવાઈ સંરક્ષણની ઘણી મિસાઈલો કિવની ઇમારત પર પડી. જપોર્જિયા ન્યુક્લિયર પ્લાન્ટ હાલમાં ડીઝલ જનરેટર પર ચાલે છે. જેપોરેજિયા પ્લાન્ટને હવે બહારથી વીજળી મળતી નથી.

Published On - 3:25 pm, Thu, 24 November 22

Next Article