ઈઝરાયલે બનાવી લીધી કોરાના વાઈરસની દવા, રક્ષામંત્રી નૈફતાલી બેન્નેટએ કર્યો દાવો

|

Sep 29, 2020 | 12:28 PM

ટેકનોલોજીને લઈને જાણીતા દેશ ઈઝરાયલે દાવો કર્યો છે કે તેઓએ કોરોના વાઈરસની વેક્સિન બનાવી લીધી છે. આ દાવો ઈઝરાયલના રક્ષામંત્રી નૈફતાલી બેન્નેટએ કર્યો છે. તેઓએ કહ્યું કે ઈઝરાયલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોઝિકલ રિચર્સે કોરોના વાઈરસની એન્ટિબોડી વિકસીત કરવામાં સફળતા મેળવી છે. ઈઝરાયલના રક્ષામંત્રીએ નૈફતાલી બેન્નેટએ સોમવારના રોજ દાવો કર્યો કે ઈઝરાયલના આઈઆઈબીઆર સંસ્થાનએ કોરોનાની વેક્સિન વિકસીત […]

ઈઝરાયલે બનાવી લીધી કોરાના વાઈરસની દવા, રક્ષામંત્રી નૈફતાલી બેન્નેટએ કર્યો દાવો

Follow us on

ટેકનોલોજીને લઈને જાણીતા દેશ ઈઝરાયલે દાવો કર્યો છે કે તેઓએ કોરોના વાઈરસની વેક્સિન બનાવી લીધી છે. આ દાવો ઈઝરાયલના રક્ષામંત્રી નૈફતાલી બેન્નેટએ કર્યો છે. તેઓએ કહ્યું કે ઈઝરાયલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોઝિકલ રિચર્સે કોરોના વાઈરસની એન્ટિબોડી વિકસીત કરવામાં સફળતા મેળવી છે. ઈઝરાયલના રક્ષામંત્રીએ નૈફતાલી બેન્નેટએ સોમવારના રોજ દાવો કર્યો કે ઈઝરાયલના આઈઆઈબીઆર સંસ્થાનએ કોરોનાની વેક્સિન વિકસીત કરવામાં સફળતા મેળવી છે. વેક્સિનનું સ્ટેજ પુરું થઈ ગયું છે. હવે આ દવાની પેટેન્ટ લેવાની તૈયારી અને મોટાપાયે ઉત્પાદન અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   VIDEO:આંતર જિલ્લામાં અવર-જવર કરી શકાશે, હાલ ખાનગી બસોને જ અપાશે મંજૂરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આઈઆઈબીઆર ઈઝરાયલનું ગુપ્ત સંસ્થાન છે. અહિંયા જે પ્રયોગો કરવામાં આવે છે તેની જાણકારી દુનિયાના અન્ય દેશને હોતી નથી. જો કે રક્ષામંત્રીએ દવા તૈયાર થઈ ગઈ છે આવો દાવો કરીને દુનિયામાં સારી ખબર આપી છે. આ ખબર ટાઈમ્સ ઓફ ઈઝરાયલ સાથે ઘણાં મીડિયા સંસ્થાઓએ પ્રકાશિત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નૈફતાલી બેન્નેટે જાણકારી આપી કે આ એન્ટિબોડી મોનોક્લોનલ રીતથી કોરોના વાઈરસ પર હુમલો કરે છે. બીમાર લોકોની અંદરથી કોરોના વાઈરસ ખત્મ કરી દે છે. જેના લીધે કોરોના વાઈરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકતો નથી. આ સંસ્થા ઈઝરાયલના રક્ષા મંત્રાલયની આધિન છે. આ સંસ્થા દ્વારા દવાની પેટેન્ટ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોટાપાયે દવાનું ઉત્પાદન પેટેન્ટ મેળવ્યા બાદ જ કરી શકાશે જેના લીધે દુનિયાને આ દવા મળી શકે. જો કે આ દવાનું ક્લીનીકલ ટ્રાયલ કે હ્યુમન ટ્રાયલ થયું છે કે નહીં તેના વિશે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. ઈઝરાયલ દુનિયાભરની કંપનીઓ સાથે આ અંગે વાત કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:40 pm, Tue, 5 May 20

Next Article