Russia Ukraine War: રશિયાનો યુક્રેનની મસ્જિદ પર મોટો હુમલો, બાળકો સહિત 80થી વધુ લોકો હતા હાજર

|

Mar 12, 2022 | 4:58 PM

રશિયાના સતત હુમલા વચ્ચે મારિયુપોલમાં ફસાયેલા 34 બાળકો સહિત 86 તુર્કી નાગરિકોનું જૂથ ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે. દૂતાવાસના પ્રવક્તાએ મારીયુપોલના મેયરને ટાંકીને આ માહિતી શેયર કરી છે.

Russia Ukraine War: રશિયાનો યુક્રેનની મસ્જિદ પર મોટો હુમલો, બાળકો સહિત 80થી વધુ લોકો હતા હાજર
PC- AFP

Follow us on

યુક્રેન (Ukraine)ની સરકારે કહ્યું છે કે રશિયન (Russia)સૈનિકોએ મારીયુપોલ શહેર (Mariupol City)માં એક મસ્જિદને નિશાન બનાવી છે, જેમાં 80થી વધુ લોકો રોકાયા હતા. જો કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જાનહાનિની ​​સંખ્યા અંગે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી. અગાઉ, તુર્કીમાં યુક્રેનિયન એમ્બેસીએ માહિતી આપી હતી કે રશિયાના સતત હુમલા વચ્ચે મારિયુપોલમાં ફસાયેલા 34 બાળકો સહિત 86 તુર્કી નાગરિકોનું જૂથ ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે. દૂતાવાસના પ્રવક્તાએ મારીયુપોલના મેયરને ટાંકીને આ માહિતી શેયર કરી છે.

તેણે કહ્યું કે મારીયુપોલમાં કોઈની સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા મારીયુપોલમાં ફસાયેલા લોકોને શહેર છોડવા દેતું નથી. તેણે શહેરને ચારે બાજુથી બંધ કરી દીધું છે, જેના કારણે હજારો લોકો ત્યાં ફસાયેલા છે. બીજી તરફ રશિયાએ આરોપ લગાવ્યો છે કે લોકોના બિન-સુરક્ષિત સ્થળાંતર પાછળ યુક્રેનની નિષ્ફળતા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે “મારીયુપોલમાં સુલતાન સુલેમાન અને તેની પત્ની રોકસોલાના (હુર્રમ સુલતાન)ની મસ્જિદને રશિયન આક્રમણકારો દ્વારા નિશાન બનાવવામાં આવી છે.”

ગોળીબારીથી બચવા માટે છુપાયા હતા લોકો

મંત્રાલયે જણાવ્યું હતું કે 80થી વધુ વૃદ્ધો અને બાળકો ગોળીબારીથી બચવા માટે મસ્જિદમાં છુપાયેલા હતા. આમાં તુર્કીના નાગરિકો પણ સામેલ છે. રશિયા જે કંઈ પણ કરી રહ્યું છે, તે હુમલાનું નામ આપ્યા વગર તેને સૈન્ય કાર્યવાહી ગણાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ માત્ર સૈન્ય વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. રશિયાએ એવા વિસ્તારોમાં પણ હુમલો કર્યો છે જ્યાં નાગરિકો રહે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

આ પણ વાંચો: UP: યોગી આદિત્યનાથ હોળી બાદ CM પદના શપથ લઈ શકે છે, આવતીકાલે PM મોદી અને BJP અધ્યક્ષ નડ્ડાને મળશે

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનોને 100 ટકા કોમ્પ્યુટરાઇઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું : અમિત શાહ

Published On - 4:49 pm, Sat, 12 March 22

Next Article