ફ્રાન્સના એક ટાપુ ન્યુ કેલેડોનિયામાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. 150 વર્ષથી વધુ સમયથી ફ્રેન્ચ સરકાર હેઠળ રહેતા ટાપુવાસીઓ હવે સ્વતંત્રતા ઈચ્છે છે. હાલમાં ફ્રાન્સની મેક્રોન સરકારે ટાપુ પર ઈમરજન્સી લાદી દીધી છે. ત્યારે તમને જણાવી દઈએ કે ન્યુ કેલેડોનિયા જેવા વિશ્વના કેટલાક દેશો હજુ પણ ગુલામ છે.
આજે પણ દુનિયામાં 60 થી વધુ એવા દેશ છે જે ગુલામીની સાંકળોમાં જકડાયેલા છે. આ મુખ્યત્વે આઠ દેશોના નાના ટાપુઓ અને વસાહતો છે. જેમાં 6 ટાપુઓ પર ઓસ્ટ્રેલિયા, 2 ડેનમાર્ક, 6 નેધરલેન્ડ, 4 નોર્વે, 14 યુનાઇટેડ કિંગડમ અને 14 પર યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શાસન કરવામાં આવે છે. અહીં લોકોએ આ દેશોના નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડે છે.
મુખ્યત્વે ફેરો આઇલેન્ડ, ગ્રીનલેન્ડ, અરુબા, નેધરલેન્ડ એન્ટિલેસ, ફ્રેન્ચ ગુયાના, ફ્રેન્ચ પોલિનેશિયા, ટ્રોમેલિન આઇલેન્ડ, એન્ગ્વિલા, બર્મુડા, જિબ્રાલ્ટર, અમેરિકન સમોઆ, હોલેન્ડ આઇલેન્ડ, પ્યુર્ટો રિકો એવા દેશો છે, જે વિશ્વભરમાં તેમના પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે, પરંતુ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી.
એન્ગ્વિલા કેરેબિયન પ્રદેશમાં આવે છે, જે હજુ પણ યુનાઇટેડ કિંગડમ દ્વારા શાસિત છે. બર્મુડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, કેમેન આઇલેન્ડ્સ, ફોકલેન્ડ આઇલેન્ડ્સ, મોન્ટસેરાત, સેન્ટ હેલેના, જિબ્રાલ્ટર, પિટકેર્ન સહિત ટર્ક્સ અને કેકોસ આઇલેન્ડ્સ પર બ્રિટિશ શાસન ચાલુ છે. તો અમેરિકન સમોઆ, ગુઆમ અને યુનાઇટેડ સ્ટેટ્સ વર્જિન આઇલેન્ડ જેવા દેશો પર યુએસ સરકાર શાસન કરે છે.
આ બધા એવા દેશો છે જ્યાં વસ્તીનું પ્રમાણ બહું ઓછું છે, તો વિસ્તારની દ્રષ્ટિએ પણ નાના દેશો છે. તેમના પર યુરોપના ફ્રાન્સ, બ્રિટન, નેધરલેન્ડ, પોર્ટુગલ અને સ્પેન જેવા દેશો રાજ કરે છે. આ દેશોના નીતિ-નિયમો અને કાયદાઓનું ગુલામ દેશોને પાલન કરવું પડે છે. જો આપણે દેશ મુજબ જોઈએ તો સૌથી વધુ ફ્રાન્સ, યુએસ અને બ્રિટન હેઠળ ઘણા દેશો ગુલામ છે.
યુનાઇટેડ કિંગડમ 14, યુનાઇટેડ સ્ટેટ્સ 14, જેમાં ફ્રાન્સ 13, ઓસ્ટ્રેલિયા 6, નેધરલેન્ડ 6, નોર્વે 4, ન્યુઝીલેન્ડ 3, ડેનમાર્ક 2 અને પોર્ટુગલ 2 દેશો પર પોતાનું શાસન ચલાવે છે.