યુદ્ધના ભણકારા ! મધ્યરાત્રિએ ઈઝરાયેલે કર્યો ભીષણ હુમલો, ઈરાનના 5 વિસ્તારો તોડી પાડ્યા

|

Jan 29, 2023 | 9:27 AM

ઈરાનના(IRAN) પરમાણુ કાર્યક્રમ વચ્ચે ઈઝરાયેલે હુમલો કર્યો છે. પાંચ વિસ્તારોમાં હુમલા બાદ ઈરાનમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

યુદ્ધના ભણકારા ! મધ્યરાત્રિએ ઈઝરાયેલે કર્યો ભીષણ હુમલો, ઈરાનના 5 વિસ્તારો તોડી પાડ્યા
ઇઝરાયેલનો ઇરાન પર હુમલો

Follow us on

ઈઝરાયેલે અડધી રાત્રે ઈરાન પર ડ્રોન હુમલો કર્યો હતો. મધ્યરાત્રિએ ઈરાનના પાંચ વિસ્તારોમાં વિસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાનમાં અડધી રાત્રે ડ્રોન હુમલો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ વચ્ચે ઈઝરાયેલે હુમલો કર્યો છે. પાંચ વિસ્તારોમાં હુમલા બાદ ઈરાનમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈરાની મીડિયાનું કહેવું છે કે ઈઝરાયેલી એરફોર્સે ઈરાન પર બોમ્બમારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ બ્લાસ્ટ બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની શક્યતા વધી ગઈ છે. તે જ સમયે, ઈરાનના ઈસ્ફહાન પ્રાંતમાં રક્ષા મંત્રાલયના ઓર્ડનન્સ ડેપોમાં વિસ્ફોટના પણ સમાચાર છે. સરકારી ટીવીએ જણાવ્યું કે વિસ્ફોટ રવિવારે વહેલી સવારે ડેપોની નજીક થયો હતો. એક પ્રાંત અધિકારીએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હાલમાં વિસ્ફોટમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

વિસ્ફોટનો વીડિયો

વિસ્ફોટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રોન હુમલો થયો છે.

 


હુમલા વચ્ચે બેન્જામિન નેતન્યાહુનું મોટું નિવેદન

આ હુમલા વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે આતંકવાદી સંગઠનો પર હુમલો કરવાનો નિર્ણય લીધો છે. પીએમ નેતન્યાહુએ કહ્યું કે અમારો પ્રતિભાવ મજબૂત, ઝડપી અને સચોટ હશે. તેમણે કહ્યું કે જે કોઈ આપણને નુકસાન પહોંચાડવા માંગે છે, અમે તેને નુકસાન પહોંચાડીશું.

તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો અવાજ સંભળાવા લાગ્યો છે અને તેની શરૂઆત આ વિસ્ફોટોથી થઈ હોય તેવું લાગી રહ્યું છે.

(ઇનપુટ-ભાષાંતર)

Next Article