Mexico Accident: મેક્સિકોમાં ટોલ બૂથ સહિત અન્ય છ વાહનોને ટ્રકે ટક્કર મારતા 19 લોકોના મોત

મેક્સિકોમાં ટોલ બૂથ અને અન્ય વાહનો સાથે ટ્રક અથડાયા બાદ માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 19 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

Mexico Accident: મેક્સિકોમાં ટોલ બૂથ સહિત અન્ય છ વાહનોને ટ્રકે ટક્કર મારતા 19 લોકોના મોત
Mexico Accident
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:07 AM

Mexico Accident: મેક્સિકોમાં શનિવારે એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક માલવાહક ટ્રક એક ટોલ બૂથ અને હાઇવે પર અન્ય છ વાહનો સાથે અથડાયો હતો, જેમાં 19 લોકોના મોત થયા હતા. (Truck Accident) ત્રણ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. મેક્સિકોની ફેડરલ રોડ્સ એન્ડ બ્રિજીસ એન્ડ રિલેટેડ સર્વિસ એજન્સીએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, શેમ્પૂ બનાવવા માટે વપરાતા પદાર્થને લઈ જતી ટ્રકની બ્રેક તૂટી ગઈ હતી, જેના કારણે તે ટોલ બૂથ અને અન્ય વાહનો સાથે અથડાઈ હતી.

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ઘટનાના કેટલાક વીડિયોમાં ટક્કર બાદ વાહનોમાં આગ લાગી હતી અને કેટલાક વાહનો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યા હતા. ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર એડ્રિયન ડિયાઝ ચાવેઝે જણાવ્યું હતું કે, મેક્સિકોના ચાલ્કો મ્યુનિસિપલ વિસ્તારમાં એડહેસિવ વહન કરતી ટ્રકની બ્રેક તૂટી ગઈ હતી, જેના કારણે અકસ્માત થયો હતો (Truck Collides With Toll Booth). ચાવેઝે પહેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 15 ગણાવી હતી, બાદમાં આ સંખ્યા વધીને 19 થઈ ગઈ.

આવી જ ઘટના ક્રોએશિયામાં બની હતી

થોડા દિવસો પહેલા, ક્રોએશિયામાં (Accident in Croatia) હાઇવે પર બસ ક્રેશ થતાં 10 મુસાફરોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 45 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, રાજધાની ઝાગ્રેબ અને સર્બિયન સરહદને જોડતા હાઇવે પર સ્લેવોન્સકી બ્રોડ શહેરની નજીક સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો.

બસ જર્મનીથી પ્રિસ્ટિના જઈ રહી હતી

પોલીસે જણાવ્યું હતું કે, બસમાં કોસોવો લાયસન્સ પ્લેટ હતી અને તે જર્મનીથી કોસોવોની રાજધાની પ્રિસ્ટિના જવા માટે નિયમિત મુસાફરી કરી રહી હતી. બસના અકસ્માત પાછળનું કારણ જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસ વડા ફ્રાંજો ગેલિકે જણાવ્યું કે બસમાં 60થી વધુ લોકો સવાર હતા. 45 ઘાયલોને સ્લેવોન્સકી બ્રોડની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ક્રોએશિયાના વડા પ્રધાન (Croatia PM)એન્ડ્રેજ પ્લેન્કોવિકે(Andrej Plenkovic) આ ઘટના પર ‘દુઃખ અને શોક’ વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓ અને કોસોવોના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને ઘાયલોના ઝડપથી સાજા થવાની આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાન માટે સૌથી મહત્વપૂર્ણ ‘આતંકવાદ’, મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને મળી રાહત, JUDના 6 આતંકીઓને મુક્ત કર્યા

આ પણ વાંચો : Talibanનો દાવો કે, 55 ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું, હથિયારો મુકવાની ફરજ પડી