વિક્ટોરિયા પોલીસે (Victoria Police) મેલબોર્નની (Melbourne) ગ્લેન ઈરા કોલેજના એક વિદ્યાર્થીના કથિત અપહરણના સંબંધમાં ધરપકડ કરી છે અને અધિકારીઓનું કહેવું છે કે વધુ ધરપકડ થઈ શકે છે. ગ્લેન હંટલીમાં સોમવારે થયેલા ઘાતકી હુમલાના સંબંધમાં પોલીસે ગુરુવારે બપોરે 2 વાગ્યાની આસપાસ એક 14 વર્ષના છોકરાની ધરપકડ કરી હતી. 14 વર્ષના છોકરાને કથિત રીતે સ્કૂલમાંથી છૂટ્યા બાદ ફોક્સવેગન કારમાં લઈ જવામાં આવ્યો હતો.
પોલીસનો આરોપ છે કે છોકરાને ગ્રેન્જ રોડ પાસે વાહનમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો. હુમલામાં તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં એડમિટ છે. પોલીસે ફ્રેન્કસ્ટનમાં 14 વર્ષીય છોકરાની ધરપકડ કરી હતી અને જણાવ્યું હતું કે કિશોર તેમની પૂછપરછમાં મદદ કરી રહ્યો હતો.
ઇન્સ્પેક્ટર સ્કોટ ડ્વાયરે આરોપ મૂક્યો હતો કે, છોકરો જાણીતી યુવા ગેંગનો સભ્ય હતો અને સોમવારના અપહરણમાં મુખ્ય ગુનેગાર હતો. તેમણે કહ્યુ કે, અમે એવા તમામ લોકોની ઓળખ કરી લીધી છે જેઓ તે હુમલા માટે જવાબદાર છે અને તેમની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું કે, આગામી થોડા સમયમાં વધુ લોકોની ધરપકડો થશે. તેમણે આરોપ લગાવ્યો કે ગુનેગારોએ ઘણા છોકરાઓને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યુ કે, હું માતા-પિતાઓને ખાતરી આપવા માંગુ છું કે બાળકો શાળાએ જવા માટે સુરક્ષિત છે. પોલીસે કોઈપણ સંભવિત ગુનાને રોકવા માટે મુખ્ય સ્થળોએ વધારાની પેટ્રોલિંગ ટીમ મોકલી છે.
આ પણ વાંચો : Sweden News: લુલેઆ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘પોમગ્રેનેટ’ ને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ, જુઓ Video
ઇન્સ્પેક્ટર ડ્વાયરે જણાવ્યું હતું કે, યુવા અપરાધનો આંકડો 10-24 વર્ષની વચ્ચેની વયના તરીકે વર્ગીકૃત થયેલ છે, તે 2020 ના સ્તરોથી નીચે છે. તેમણે કહ્યું કે, 10-17 વર્ષની વયમાં અપરાધનો વધારો થયો છે. ઇન્સ્પેક્ટર જણાવ્યું કે, વિક્ટોરિયામાં 44 ગેંગમાં 598 યુવા ગેંગના સભ્યો છે. તેઓએ આરોપ લગાવ્યો કે, ફ્રેન્કસ્ટન 44 ગેંગમાંથી એકનો સભ્ય છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:58 pm, Thu, 7 September 23