Marriage with Alligator: મેયરે મગર સાથે કર્યા લગ્ન, સફેદ વસ્ત્રોમાં સજ્જ થઇ ‘અનોખી દુલ્હન’, હજારો લોકોએ હાજરી આપી

|

Jul 03, 2022 | 11:28 AM

Marriage with Alligator: મેક્સિકોના સેન પેડ્રો હુઆમેલુલા શહેરના મેયર ક્ટર હ્યુગોએ થોડા દિવસો પહેલા એક મગરમચ્છ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નોત્સવમાં હજારો લોકો જોડાયા હતા. આ દરમિયાન વરરાજાના સંબંધીઓએ પણ મગર સાથે તમામ વિધિઓ કરી હતી.

Marriage with Alligator: મેયરે મગર સાથે કર્યા લગ્ન, સફેદ વસ્ત્રોમાં સજ્જ થઇ અનોખી દુલ્હન, હજારો લોકોએ હાજરી આપી
મેયરે મગર સાથે કર્યા લગ્ન
Image Credit source: DNA HINDI

Follow us on

Marriage with Alligator: લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ દિવસ છે. આ જ કારણ છે કે લોકો આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવાના તમામ પ્રયાસો કરે છે. આ માટે તેઓ મહિનાઓ અગાઉથી તૈયારી શરૂ કરી દે છે. મહેંદી, સંગીતથી લઈને વર-કન્યાની એન્ટ્રી સુધીનું બધું જ અગાઉથી આયોજન કરવામાં આવે છે. મીડિયામાં પણ ઘણા લગ્નો તેમની ભવ્યતા અને અનોખી શૈલીને કારણે ઘણી વાર સમાચારોમાં ચમકતા રહે છે. આવા જ એક લગ્ન આજકાલ ચર્ચાનો વિષય છે. જોકે આ લગ્ન બાકીના લગ્નો કરતા થોડા અલગ હતા. લગ્નમાં આવેલી દુલ્હન માનવ નહીં, પરંતુ મગર (Alligator) હતી. આ સિવાય વર પણ સામાન્ય માણસ નહોતો, વર મેક્સિકોના (Mexico) સેન પેડ્રો હુઆમેલુલા શહેરના મેયર (Mayor) હતા.

શું છે સમગ્ર મામલો ?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સિકોના સેન પેડ્રો હુઆમેલુલા શહેરના મેયર ક્ટર હ્યુગોએ થોડા દિવસો પહેલા એક મગર સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં હજારો લોકો જોડાયા હતા. આ દરમિયાન વરરાજાના સંબંધીઓએ પણ મગર સાથે તમામ વિધિઓ કરી હતી.

 


કારણ શું છે?

ખરેખર, મેક્સિકોની આ પરંપરા વર્ષો જૂની છે. 1789 થી અહીં આવું થઈ રહ્યું છે. મેક્સિકોમાં આવા લગ્નો માણસો, પર્યાવરણ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કરવામાં આવે છે. આ કરવા માટે ધાર્મિક વિધિઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. લોકો પહેલા મગરનું નામ લે છે. આ પછી લગ્નની તારીખ નક્કી થાય છે. લગ્નના દિવસે સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવામાં આવે છે. આ પછી લગ્ન બધાની સામે કરવામાં આવે છે.

અહીંના લોકોનું માનવું છે કે આવું કરવાથી ભગવાન પાસેથી ઈચ્છિત વસ્તુ મળે છે. આ સિવાય મોટા ભાગના લોકો સારો વરસાદ અને વધુ માછલીઓ મળે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. મેયરે પણ આ જ હેતુથી આ લગ્ન કર્યા હતા.

હાલ તો સમાચારે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. અને, મોબાઇલ યુઝર્સ આ વીડિયોને મોટા પ્રમાણમાં એકબીજાને આપ-લે કરી રહ્યા છે. અને, આ સમાચાર લોકોમાં ઉત્કંઠા જગાવી છે.

Published On - 11:26 am, Sun, 3 July 22

Next Article