Viral Video: આગ લાગતા મચી અફરાતફરી અને વચ્ચે આ વ્યક્તિએ કર્યુ કઇંક એવુ કે લોકો તેના વખાણ કરવા લાગ્યા

|

Sep 02, 2021 | 11:21 PM

કેટલાક લોકો આ દ્રશ્યને ટાઇટેનિકના એ દ્રશ્ય સાથે સરખાવી રહ્યા છે જેમાં જહાજ ડૂબી રહ્યુ હોય છે અને કલાકારો છેલ્લે સુધી વાયલીન વગાડે છે.

Viral Video: આગ લાગતા મચી અફરાતફરી અને વચ્ચે આ વ્યક્તિએ કર્યુ કઇંક એવુ કે લોકો તેના વખાણ કરવા લાગ્યા

Follow us on

કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ લાગવાના કારણે ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. અહીં કેટલાક ઘરો બળીને રાખ થઇ ગયા છે તો ભારે પવનના કારણે આગ વધુ ભડકી પણ રહી છે. આગને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગત રોજ રહેવાસી વિસ્તારોમાં સુધી પણ આ આગ ફેલાઇ ચૂકી છે જેને ધ્યાનમાં લઇને ઘણા બધા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. જ્યારે વિસ્તારમાં ભાગાદોડી થઇ રહી હતી ત્યારે એક એવો વ્યક્તિ હતો જે રસ્તા વચ્ચે ઉભો રહીને વાયલીન વગાડી રહ્યો હતો. તે પોતાના સુંદર સંગીતથી લોકોની હિંમત વધારી રહ્યો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યુ છે કે લોકો ગભરાઇને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યા છે. અન્ય સુરક્ષિત સ્થળે જતા લોકોની રસ્તામાં ભીડ જામી છે. આખા રસ્તા પર ટ્રાફિક જામ છે અને આવી સ્થિતીમાં ગભરાયેલા લોકોને શાંત કરવા માટે એક વ્યક્તિ વાયલીન વગાડી રહ્યો છે. વાયરલ વીડિયોમાં આ વ્યક્તિને પોતાના વાદ્ય યંત્ર પર ટેનેસી વાલ્ટ્ઝની ધુન વગાડતા જોઇ શકાય છે.

 

જ્યાં લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સ્મોદર્સે વાયલીનની ધુનથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ. 16 સેકન્ડની આ ક્લિપમાં તે પોતાના પીળા રંગની ટ્રકની બહાર ઉભા છે અને લોકોનું મનોરંજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી તેમનો ડર ઓછો થાય. આ વીડિયો જોયા બાદ તમામ લોકો આ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.

 

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ફોટો જર્નાલિસ્ટ, કેંટ પોર્ટરે અપલોડ કર્યો છે. અપલોડ થયાના બાદથી જ આ વીડિયો વાયરલ થઇ ગયો છે. કેટલાક લોકો આ દ્રશ્યને ટાઇટેનિકના એ દ્રશ્ય સાથે સરખાવી રહ્યા છે જેમાં જહાજ ડૂબી રહ્યુ હોય છે અને કલાકારો છેલ્લે સુધી વાયલીન વગાડે છે.

 

આ પણ વાંચો – Cricketers Retirement : ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચાર ભારતીય ક્રિકેટરો નિવૃત્ત થયા, તેમના નામ અને કામ વિશે જાણો

 

આ પણ વાંચો – એક ઝગડો જે બદલી દે તમારી જીંદગી ! સુંદર પિચઇની પત્નિએ તેમના પર કર્યો ગુસ્સો અને તમને મળી ગયો Google Maps

 

આ પણ વાંચો – ઓછા સમયમાં મોટું નામ બનાવીને દુનિયાને કહ્યું અલવિદા, જાણો સિદ્ધાર્થ શુક્લાના જીવન અને કારકિર્દી વિશે

Next Article