Video : આ વ્યક્તિએ પોતાના કરોડોના ધરને લગાવી આગ ! કારણ જાણીને તમારા હોંશ ઉડી જશે

|

Dec 08, 2021 | 12:25 PM

એક શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ સાપના આતંકથી બચવા માટે પોતાનું કરોડોનુ ઘર સળગાવી દીધુ.

Video : આ વ્યક્તિએ પોતાના કરોડોના ધરને લગાવી આગ ! કારણ જાણીને તમારા હોંશ ઉડી જશે
Man burns his own house

Follow us on

Viral Video : શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે કોઈ વ્યક્તિએ સાપને(Snake)  ભગાડવાના પ્રયાસમાં પોતાનું જ ઘર સળગાવી દીધું હોય ? કદાચ નહિ….. પરંતુ, તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. સામાન્ય રીતે તમારા ઘર પર સાપે કબજો જમાવી લીધો હોય તો તમે તે સાપને પકડીને બહાર ફેંકી દેશો અથવા જો તમને સાપથી ડર લાગશે તો તમે સાપ પકડનારને બોલાવીને તેમને બહાર કાઢશો. પરંતુ તમને જણાવી દઈએ કે, એક અમેરિકન વ્યક્તિએ (American Civilian) સાપથી છુટકારો મેળવવા માટે પોતાના ધરને જ આગ લગાવી દીધી.

સાપથી છુટકારો મેળવવા ઘરને લગાવી આગ !

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

જી હા…સાપથી બચવા આ વ્યક્તિએ પોતાના ધરને આગ લગાવી.તમને જણાવી દઈએ કે,અમેરિકાના મેરીલેન્ડના મોન્ટગોમેરી કાઉન્ટીમાં રહેતા એક વ્યક્તિએ સાપને ભગાડવા પોતાના ઘરમાં આગ લગાવી દીધી,બાદમાં આગ બેકાબુ થતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, આ મકાન માલિકે સાપને ઘરની બહાર કાઢવા માટે આ પ્રયાસ કર્યો.

પરંતુ બાદમાં તેને આ પ્રયાસ મોંઘો પડી ગયો. મોન્ટગોમરી કાઉન્ટી ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના મુખ્ય પ્રવક્તા પીટ પિરિંગરે જણાવ્યું હતું કે, રેકોર્ડ્સ અનુસાર આ ઘર વ્યક્તિએ $1.8 મિલિયનમાં ખરીદ્યુ હતુ.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

ફાયર વિભાગ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુઝર્સ ચોંકી ગયા છે.યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે,સાપ માટે કોણ પોતાનુ ધર ગુમાવી દે ? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, સાપથી છુટકારો મેળવવા આ વ્યક્તિએ સાપ પકડનારને બોલાવ્યો હોત તો વધારે સારૂ હતુ…જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ વ્યક્તિની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : સ્કૂલ ટીચરે કર્યો એવો ડાન્સ કે હોલિવૂડ સ્ટાર દંગ રહી ગયા, આટલા કરોડ લોકોએ જોયો આ Video

આ પણ વાંચો : Viral: પહાડી સિંહને જોઈ કુતરાએ કર્યું કંઈક એવું કે લોકોએ કહ્યું ‘હર કૂત્તે કા દિન આતા હે’

Published On - 12:25 pm, Wed, 8 December 21

Next Article