મલેશિયાએ પાકિસ્તાનનું બોઈંગ 777 પેસેન્જર જેટ કર્યુ જપ્ત, જાણો કારણ

|

May 30, 2023 | 5:21 PM

બોઇંગ 777 PIA દ્વારા મલેશિયા પાસેથી લીઝ પર હસ્તગત કરવામાં આવ્યું હતું. BMH રજિસ્ટ્રેશન નંબર ધરાવતું વિમાન કુઆલાલંપુર એરપોર્ટ પર બીજી વખત બાકી રકમની ચૂકવણી ન કરવા બદલ જપ્ત કરવામાં આવ્યું હતું.

મલેશિયાએ પાકિસ્તાનનું બોઈંગ 777 પેસેન્જર જેટ કર્યુ જપ્ત, જાણો કારણ

Follow us on

Pakistan: પાકિસ્તાનની (Pakistan) પરિસ્થિતિ વિશ્વમાં જાણીતી બની ગઈ છે. વાસ્તવમાં, પોતાના ઈસ્લામિક મિત્ર કહેવાતા મલેશિયા(Malaysia) ફરી એક વખત પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના બોઈંગ 777 પેસેન્જર જેટને બાકી ચૂકવણી ન કરવા બદલ જપ્ત કરી લીધું છે. બંને દેશો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે, આ પછી પણ મલેશિયા પાકિસ્તાનના મોઢા પર જોરદાર થપ્પડ મારે છે.

એક રિપોર્ટ અનુસાર બોઈંગ 777 એરક્રાફ્ટ PIA દ્વારા મલેશિયા સાથે લીઝ એરેન્જમેન્ટ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. પેસેન્જર જેટને $4 મિલિયનની બાકી ચૂકવણી ન કરવા બદલ કથિત રીતે જપ્ત કરવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું છે કે મલેશિયાએ કુઆલાલંપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું છે.

આ પણ વાંચો: Imran Khan News: પાકિસ્તાનમાં આજે ફરી થશે તાંડવ? ઈમરાન ખાન તપાસ ટીમ સમક્ષ હાજર થશે

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

બીજી વખત બાકી રકમની ચૂકવણી ન કરવા બદલ વિમાન જપ્ત કરવામાં આવ્યું

બોઇંગ 777 PIA દ્વારા મલેશિયા પાસેથી લીઝ પર હસ્તગત કરવામાં આવ્યું હતું. BMH રજિસ્ટ્રેશન નંબર ધરાવતું વિમાન કુઆલાલંપુર એરપોર્ટ પર બીજી વખત બાકી રકમની ચૂકવણી ન કરવા બદલ જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવાનો નિર્ણય સ્થાનિક કોર્ટ તરફથી બાકી રકમની ચુકવણી અંગેનો આદેશ મળ્યા બાદ લેવામાં આવ્યો છે.

અગાઉ, મલેશિયાએ આ જ મુદ્દે વર્ષ 2021માં કુઆલાલંપુર એરપોર્ટ પર PIAનું વિમાન જપ્ત કર્યું હતું. બાદમાં બાકી રકમની ચૂકવણીની રાજદ્વારી ખાતરી પર વિમાનને છોડવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલ PIA એરક્રાફ્ટને 27 જાન્યુઆરીએ 173 મુસાફરો અને ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાન પરત લાવવામાં આવ્યું હતું.

એરલાઈનની નાણાકીય સ્થિરતા ડગમગી

છેલ્લા બે વર્ષમાં બે વખત એરક્રાફ્ટ જપ્ત થવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ માટે પડકારો સર્જાયા છે. લીઝનો મુદ્દો તેમને કાંટાની જેમ ડંખે છે કારણ કે કામગીરી વારંવાર પ્રભાવિત થઈ રહી છે. એરલાઈનની નાણાકીય સ્થિરતા ડગમગી રહી છે. પીઆઈએના અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદ ઉકેલવા માટે લેવામાં આવનાર પગલાં અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

પાકિસ્તાન આ સમયે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકોને પેટ ભરવા માટે રોટલી પણ મળતી નથી. મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. લોકો લોટ માટે કતારમાં ઉભા છે અને ગૂંગળામણને કારણે મરી રહ્યા છે. સ્થિતિ સરકારના હાથમાંથી બહાર જઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article