Mahatma Gandhi: પત્રો, ચપ્પલ અને ચશ્મા….યુકેમાં રાષ્ટ્રપિતા સાથે જોડાયેલી વસ્તુઓની હરાજી થશે, 70 ઐતિહાસિક ધરોહરની લાગશે બોલી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatama Gandhi) સાથે જોડાયેલી કુલ 70 વસ્તુઓની હરાજી થશે. આમાંની કેટલીક વસ્તુઓ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી છે, જ્યારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.

Mahatma Gandhi: પત્રો, ચપ્પલ અને ચશ્મા….યુકેમાં રાષ્ટ્રપિતા સાથે જોડાયેલી વસ્તુઓની હરાજી થશે, 70 ઐતિહાસિક ધરોહરની લાગશે બોલી
Mahatma Gandhi (File Photo)
| Edited By: | Updated on: May 07, 2022 | 6:28 PM

બ્રિટનમાં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) સાથે જોડાયેલી વસ્તુઓની હરાજી થવા જઈ રહી છે. આ હરાજી દ્વારા પાંચ કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થવાની ધારણા છે. મહાત્મા ગાંધીની જે વસ્તુઓની હરાજી થવાની છે તેમાં તેમનો લંગોટ, લાકડાના ચપ્પલ અને તેમના જીવન દરમિયાન લેવાયેલ તેમનો છેલ્લો ફોટો (Photo) સામેલ છે. ડેઈલી મિરરના રિપોર્ટ મુજબ રાષ્ટ્રપિતા સાથે જોડાયેલી કુલ 70 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. આમાંની કેટલીક વસ્તુઓ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી છે, જ્યારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ જેલમાં હતા, ત્યારે લખેલા પત્રોનો પણ સમાવેશ થાય છે.

ઈસ્ટ બ્રિસ્ટોલ ઓક્શન્સને વિશ્વાસ છે કે હરાજીમાં લગભગ પાંચ કરોડ રૂપિયા સરળતાથી ભેગા થઈ જશે. આ ઓક્શન હાઉસે અગાઉ વર્ષ 2020માં રાષ્ટ્રપિતાના ચશ્માની 2.5 કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં હરાજી કરી હતી. હરાજી કરનાર એન્ડ્રયુ સ્ટોવ કહે છે, “આ વસ્તુઓ ખરેખર  સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ છે, જે મેં ક્યારેય હરાજીમાં જોઈ નથી.” આ સંગ્રહ આપણા વિશ્વના ઈતિહાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખરેખર લોકોને હચમચાવી નાખશે.’ આમાં સૌથી સારી વાત એ છે કે ગાંધીજીની તે તસવીર છે, જે તેમના જીવન દરમિયાન લેવામાં આવેલી છેલ્લી તસવીર માનવામાં આવે છે.

હરાજી થનારી વસ્તુઓમાં ગાંધીજીની તસવીર સૌથી ખાસ છે

વાસ્તવમાં આ તસવીર તે જ જગ્યાએ લેવામાં આવી છે, જ્યાં ત્રણ અઠવાડિયા પછી મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ તસવીરમાં તે જે ખુરશી પર બેઠા છે તે એ જ ખુરશી છે, જેના પર તે તેમની હત્યાના દિવસે બેઠા હતા. એન્ડ્ર્યુએ કહ્યું, ‘આ એક ખૂબ જ ખાસ વસ્તુ છે, જેની સરળતાથી એક લાખ રૂપિયા સુધીની હરાજી થઈ જશે.’ એવું માનવામાં આવે છે કે આ તેમનો છેલ્લો જાણીતો ફોટોગ્રાફ હોઈ શકે છે, જે તેમને શૂટ કર્યા પહેલા લેવામાં આવ્યો હતો.’ આ અદ્રશ્ય તસવીર છે. 1947માં દિલ્હીના બિરલા હાઉસમાં લેવામાં આવ્યું હતું. આમાં તેઓ ખુરશી પર બેઠા છે.

રાષ્ટ્રપિતાની કમરપટ્ટીની પણ હરાજી થશે

હરાજી થનારી અન્ય વસ્તુઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચપ્પલ છે, જેની 15 લાખથી 25 લાખની વચ્ચે હરાજી થવાની આશા છે. જે વસ્તુઓની હરાજી કરવામાં આવશે, તેમાં હાથથી બનાવેલ કમરબંધનો સમાવેશ થાય છે, જે દાંડી કૂચ શરૂ કરતા પહેલા ગાંધીજીને આપવામાં આવી હતી. છ લાખથી આઠ લાખની વચ્ચે તેની હરાજી થવાની પણ ધારણા છે. આ સિવાય પૂનામાં જેલમાં રહીને લખેલા પત્રની પણ હરાજી કરવામાં આવશે. ગાંધીજીના ચશ્માની પણ હરાજી થવા જઈ રહી છે.

Published On - 6:14 pm, Sat, 7 May 22