Maharashtra: અમરાવતીની ‘નીરજા’ શ્વેતા શંકે તાલિબાનથી ગભરાઈ નહીં, એર ઈન્ડિયાના વિમાન દ્વારા 129 મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પહોચાડ્યા

|

Aug 18, 2021 | 10:13 PM

એર ઈન્ડિયાના વિમાનને કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી મળી રહી ન હતી. તાલિબાનનો ડર, હાઈજેક થવાની સંભાવના, હવામાં 12 રાઉન્ડ પછી બળતણ સમાપ્ત થવાનો ભય, આવા અન્ય સંકટોમાં પણ એર ઈન્ડિયાનું વિમાન થોડા સમય માટે કાબુલ એરપોર્ટ પર ઉતર્યું અને સંકટમાં ફસાયેલા ભારતીયો સાથે ફ્લાઈટે ઉડાન ભરી.

Maharashtra: અમરાવતીની નીરજા શ્વેતા શંકે તાલિબાનથી ગભરાઈ નહીં, એર ઈન્ડિયાના વિમાન દ્વારા 129 મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પહોચાડ્યા
શ્વેતા શંખેએ બહાદુરીથી ફરજ બજાવી, 129 ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત તેમના વતન પહોચાડ્યા.

Follow us on

બહાર ગોળીઓનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં અમરાવતીની ‘નીરજા’નું ધ્યાન તેના લક્ષ્યથી હટ્યું ન હતું. શ્વેતા શંકે (Shweta Shanke) નામની ભારતની આ બહાદુર પુત્રી તાલિબાનના આતંકથી ડરી નહોતી. એર ઈન્ડિયા 129 મુસાફરોને સલામત રીતે ભારત લાવ્યું તે માટે ચારે બાજુથી શ્વેતાના વખાણ કરવામાં આવી રહ્યા છે. તેના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે, શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

 

 

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

તાલિબાને રવિવારે કાબુલ પર કબ્જો કર્યા બાદ હવે તેના આતંકનું શાસન સમગ્ર અફઘાનિસ્તાન પર પ્રભુત્વ ધરાવે છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે હિંમત બતાવી છે અને પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેઓ તાલિબાનનો સામનો કરી રહ્યા છે.

 

પરંતુ આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ અરાજકતાની સ્થિતિ છે. અન્ય દેશોની જેમ ભારત પણ ત્યાં ફસાયેલા પોતાના દેશવાસીઓને એરલિફ્ટ કરાવીને પરત લાવી રહ્યું છે. મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી શ્વેતા શંકે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એરહોસ્ટેસ હતી, જેમાં 129 ભારતીયો ઘરે પરત ફર્યા હતા. શ્વેતાએ અત્યંત કાર્યદક્ષતા અને બહાદુરીથી સમગ્ર પરિસ્થિતિ સંભાળી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પહોંચાડ્યા.

 

કાબુલથી સુરક્ષિત ટેકઓફ કરીને ભારતમાં સુરક્ષિત લેન્ડીંગ

AI-244 નામનું આ વિમાન મુશ્કેલ પરિસ્થિતિમાં 129 મુસાફરોને કાબુલ એરપોર્ટ પરથી ભારત લાવવાની તૈયારી કરી રહ્યું હતું. બહારથી ગોળીઓનો અવાજ આવી રહ્યો હતી. સર્વત્ર અરાજકતા ફેલાયેલી હતી. આવી સ્થિતિમાં શ્વેતા શાંકે પરિસ્થિતિ સંભાળી. તેમના જીવનની પરવા કર્યા વિના 129 મુસાફરોને માર્ગદર્શન આપીને વિમાનમાં સુરક્ષિત રીતે પ્રવેશ કર્યો અને વિમાનનું ટેક ઓફ કરાવ્યું.

 

વિમાનની અંદર પણ તે મુસાફરોને યોગ્ય રીતે માર્ગદર્શન આપતી રહી અને છેવટે દરેકને ભારતમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યું. અમરાવતી જિલ્લાના દરિયાપુરમાં રહેતી શ્વેતા શંખેની આજે બધે પ્રશંસા થઈ રહી છે. તેણીને અમરાવતીની ‘નીરજા’ તરીકે ઓળખવામાં આવી રહી છે.

 

શ્વેતા, ભયના વાતાવરણમાં પણ ધીરજ અને બહાદુરીથી મુસાફરોને માર્ગદર્શન આપતી રહી

આ કામ ખૂબ જ મુશ્કેલ હતું. એર ઈન્ડિયાના વિમાનને કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી મળી રહી ન હતી. એક તરફ તાલિબાનનો ડર, અપહરણ થવાની શક્યતા, હવામાં 12 રાઉન્ડ ફર્યા બાદ બળતણ સમાપ્ત થવાનો ભય, આવા અન્ય સંકટ વચ્ચે એર ઈન્ડિયાનું વિમાન થોડા સમય માટે કાબુલ એરપોર્ટ પર ઉતર્યું અને મુસાફરો સાથે ઉડાન ભરી. આ રીતે આ વિમાન તમામ મુસાફરો સાથે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યું. આવા સમયમાં પણ શ્વેતા ધીરજ ગંભીર રહી અને ખૂબ જ સ્થિર મનથી મુસાફરોને માર્ગદર્શન આપતી રહી.

 

ફરજ નીભાવવા કરી જીદ, આજે થઈ રહી છે પ્રશંસા

શ્વેતાની આજે ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. શ્વેતાના માતાપિતાને તેમની પુત્રી પર ગર્વ છે. શ્વેતા અમરાવતી જિલ્લાના દરિયાપુરમાં બબલી વિસ્તારના શિવાજી ચોકમાં રહે છે. ભારતમાં આવ્યા બાદ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી યશોમતી ઠાકુરે તેમની સાથે વાત કરી. શ્વેતાએ યશોમતી ઠાકુરને આ કહ્યું, “તાઈ, બહારથી ગોળીઓનો અવાજ આવી રહ્યો હતો. પરંતુ અમે અમારું લક્ષ્ય પૂર્ણ કર્યું.”

 

આ પણ વાંચો : Mumbai Lockdown Updates: મુંબઈમાં 2 દિવસ ખુલ્યા બાદ ફરી બંધ થયા મોલ, તેની પાછળ આ કારણ છે ચોંકાવનારું!

Next Article