પાકિસ્તાનના ટોચના જાસૂસ PAK આર્મીના નવા વડા બન્યા, એલજી અસીમ મુનીરને કમાન સોંપાઇ

પાકિસ્તાનના (pakistan)નવા આર્મી ચીફની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને નવા આર્મી ચીફ બનાવવામાં આવ્યા છે. વર્તમાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

પાકિસ્તાનના ટોચના જાસૂસ PAK આર્મીના નવા વડા બન્યા, એલજી અસીમ મુનીરને કમાન સોંપાઇ
લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર પાક આર્મીના નવા ચીફ બન્યા છે
| Edited By: | Updated on: Nov 24, 2022 | 1:00 PM

લાંબી રાહ અને કવાયત બાદ આખરે પાકિસ્તાનના નવા આર્મી ચીફની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને નવા આર્મી ચીફ બનાવવામાં આવ્યા છે. વર્તમાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ગુરુવારે સવારે નવા આર્મી ચીફની જાહેરાત કરતી વખતે, સંઘીય સરકારે કહ્યું કે લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર જનરલ કમર જાવેદ બાજવાના સ્થાને પાકિસ્તાનના આગામી આર્મી ચીફ હશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર જનરલ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના વડા પણ રહી ચૂક્યા છે. તેઓ 25 ઓક્ટોબર 2018 થી 16 જૂન 2019 સુધી ISI ના ડાયરેક્ટર જનરલ હતા. તેઓ ત્રણ સ્ટાર રેન્કના જનરલ છે. હાલમાં તેઓ પાક આર્મીમાં ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

પાકિસ્તાનના સૂચના પ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું કે વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટી (CJCSC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે કહ્યું કે સરકારની આ નિમણૂકને લાગુ કરવા માટે હવે તેને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને મોકલવામાં આવશે.

અગાઉ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન શહેબાઝ શરીફ શુક્રવારે તુર્કીની મુલાકાતે જઈ રહ્યા છે અને તેમને આશા છે કે તે પહેલા નવા આર્મી ચીફની નિમણૂક થઈ જશે. આસિફના નિવેદનના કલાકો પહેલા વડાપ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે તેને સેના પ્રમુખ પદ માટે છ ટોચના જનરલોના નામ મળ્યા છે.

આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા આવતા અઠવાડિયે 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જનરલ બાજવા (61)ને 2016માં ત્રણ વર્ષ માટે આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. મંત્રી આસિફે કહ્યું, “વડાપ્રધાન શુક્રવારે સાંજે રવાના થશે. તેથી તે (નવા સૈન્ય વડાની નિમણૂક) તે પહેલા થશે.”

સરકાર દ્વારા નામની જાહેરાત કરવામાં આવે તે પહેલાં, સેનાએ પણ નિમણૂકો માટે છ ટોચના લેફ્ટનન્ટ જનરલોના નામ મોકલવાની પુષ્ટિ કરી હતી, પરંતુ તે નામો વિશે માહિતી આપી ન હતી.

જો કે, એવું માનવામાં આવતું હતું કે લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર (હાલમાં ક્વાર્ટરમાસ્ટર જનરલ) સિવાય લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝા (કમાન્ડર 10 કોર્પ્સ), લેફ્ટનન્ટ જનરલ અઝહર અબ્બાસ (ચીફ ઑફ જનરલ સ્ટાફ), લેફ્ટનન્ટ જનરલ નોમાન મેહમૂદ (નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના અધ્યક્ષ) , લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (કમાન્ડર બહાવલપુર કોર્પ્સ) અને લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અમીર (કમાન્ડર ગુજરાંવાલા કોર્પ્સ)ના નામ સુચવવામાં આવ્યા હતા.