
Los Angeles News: 5 રાજ્યોમાં વિધાનસભા(Assembly Election 2022)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તમામ રાજ્યોમાં સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. પંજાબ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ચારેય રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે અને હવે તે ત્યાં સરકાર બનાવવા જઈ રહી છે. હોળી પહેલા સરકાર બનાવવા જઈ રહી છે. જણાવવું રહ્યુ કે ભાજપે મેળવેલા વિજય વચ્ચે દેશની સાથે સાથે વિદેશમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલસ (Overseas Friends of BJP Los Angeles) વેસ્ટ ઝોનના કો ઓર્ડીનેટર પી કે નાયકની અધ્યક્ષતામાં યોજાયેલી ઉજવણીમાં 100 કરતા વધારે વિદેશમાં વસતા ભારતીયો(NRI)એ હાજરી આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
Cake Corner Artesia ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલસ (Overseas Friends of BJP Los Angeles) વેસ્ટ ઝોનના કો ઓર્ડીનેટર પી કે નાયકે જણાવ્યુ હતું કે ઉત્તરપ્રદેશની ચૂંટણી સમયે મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ભારતીયો લોકશાહીની પવિત્ર ફરજ બજાવવા ભારત આવ્યા હતા અને સાથે ઓનલાઈન વોટીંગ પર પણ ઘણો ભાર મુકવામાં આવ્યો હતો. ભાજપનાં વિજય પાછળ ન માત્ર દેશ પરંતુ વિદેશમાં વસતા ભારતીયોના યોગદાન પણ છે તેને ઉપસ્થિત તમામ લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતુ.
Overseas Friends of BJPસેરીટોઝ કોલેજ અને લેબોન હોસ્પિટાલિટી ગ્રુપનાં ચેરમેન તેમજ રિપબ્લિકન પાર્ટીનાં ઉભરતા નેતા યોગી પટેલે પણ ચાર રાજ્યના આવેલા પરિણામને વધાવી લીધા હતા. તેમણે જણાવ્યુ કે દેશમાં હવે જે રીતે વિકાસ શરૂ થયો છે તે તમામને અનુભવાઈ રહ્યો છે. દેશની જનતા જાગૃત થઈ ગઈ છે. યોગીજીના શાસનમાં માફિયા શાહી સમાપ્ત થઈ ગઈ જે પણ મહિલાઓ માટે ઘણું કામ કરી રહી છે. યોગી પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા મુદ્દાઓને તાળીઓનાં ગડગડાટ સાથે સમર્થન આપવામાં આવ્યુ હતું.
ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલસનાં ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પી.કે નાયક, યોગી પટેલ , પાયોનિયર મની ફંડિંગના પરિમલ શાહ, પ્રણવ દેસાઈ, મનમોહન ચોપરા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 11:57 am, Tue, 15 March 22