London: કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખી નાખશે હવે શ્વાન, જાણો રિસર્ચમાં શું બહાર આવ્યું

|

May 25, 2021 | 2:28 PM

 London :  કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત લોકોના શરીરમાંથી અલગ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે, જેની જાણકારી તાલીમ આપી હોય તે શ્વાન (Trained Dogs) ખૂબ સારી રીતે મેળવી શકે છે. આ દાવો બ્રિટનના(Britain) એક નવા રિસર્ચમાં કરવામાં આવ્યો છે

London: કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખી નાખશે હવે શ્વાન, જાણો રિસર્ચમાં શું બહાર આવ્યું
સાંકેતિક તસ્વીર

Follow us on

London :  કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત લોકોના શરીરમાંથી અલગ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે, જો કે હવે એક દાવો બ્રિટનના(Britain) એક નવા રિસર્ચમાં કરવામાં આવ્યો છે કે જેમાં કહેવાયું છે કે તાલીમ પામેલા શ્વાન આવી ગંધને પારખીને નક્કી કરી શકે છે વ્યક્તિ કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ.

લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રાપિકલ મેડિસીને(એલએસએચટીએમ) આ જાણકારી મેળવી છે. આ રિસર્ચ ચેરિટી મેડિકલ ડિટેક્શન ડોગ્સ એન્ડ ટરહમ યૂનિવર્સિટી સાથે મળીને કરવામાં આવ્યુ છે.

તાલીમ આપેલ શ્વાન મેળવી શકે છે અલગ અલગ જાણકારી 

આને એક પૂરપૂરુ (Complete) અધ્યયન(Study) કહેવામાં આવી રહ્યુ છે, આ અધ્યયન શ્વાનની ટ્રેનિંગ,ગંધ,વિશ્લેષણ અને મોડલિંગ દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચ કરનારા લોકોએ જાણ્યું કે તાલીમ પામેલા શ્વાન 94.3 ટકા સુધી સંવેદનશીલતા અને 92 ટકા સુધી ચોક્કસ રીતે આની જાણકારી મેળવી શકે છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

ગયા અઠવાડિયે જે રિસર્ચ પત્ર બહાર પડ્યુ તે પ્રમાણે શ્વાન લક્ષણ વગરના વ્યક્તિઓમાં સંક્રમણની જાણકારી મેળવી શકે છે સાથે સાથે કોરોના વાયરસના અલગ અલગ સ્ટ્રેન વિશે પણ જાણકારી મેળવવા માટે સક્ષમ છે. આ સાથે સંક્રમણ કયા સ્તર પર છે જેમકે વધારે સંક્રમણ , ઓછુ સંક્રમણ તેના વિશે પણ જાણકારી મેળવી શકે છે.

આ પધ્ધિતના ઉપયોગથી મળશે ગતિ  

એલએસએચટીએમના રોગ નિયંત્રણ વિભાગના મુખ્ય પ્રોફેસર જેમ્સ લોગને કહ્યુ કે નવા પ્રકારના વાયરસના દેશમાં પ્રવેશ અને જોખમને લઇ તપાસમાં થોડા સમય માટે મુશ્કેલી ઉત્પન્ન થઇ શકે છે. એવા સમયે આ શ્વાન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

તેમણે આગળ જણાવ્યુ કે હજી અધ્યયન કરવાની જરુર છે જેથી કરીને જાણકારી મેળવી શકાય કે વાસ્તવિક દુનિયામાં શ્વાન આ પરિણામોને રીપીટ કરી શકે છે કે નહીં. આ શોધ બહુ ઉત્સાહજનક છે. આ પધ્ધિતનો ઉપયોગ કરવાથી ફાયદો એ થશે કે સમૂહમાં અભૂતપૂર્વ સ્પીડ અને ચોક્કસતાથી લક્ષણ વગરના સંક્રમિત લોકોની જાણકારી પણ મેળવી શકાશે.

શ્વાનને આપવામાં આવી છે તાલીમ 

રિસર્ચકર્તાઓ જણાવ્યુ કે શ્વાનને મેડિકલ ડિટેક્શન ડોગ્સની ટીમ દ્વારા કોવિડ-19ની  તપાસ કરવા માટે ટ્રેઇન કરવામાં આવ્યા છે.આ દરમિયાન શરીરની ગંધનો ઉપયોગ કરવામાં આવ્યો જેને રાષ્ટ્રીય આરોગ્ય સેવાએ (એનએચએસ)માસ્ક, મોજા અને ટી-શર્ટના રુપમાં મોકલ્યા હતા. તેમણે જણાવ્યુ કે એલએસએચટીએમની ટીમે આ પ્રક્રિયામાં 3,758 નમૂના ભેગા કર્યા અને તપાસ માટે 325 સંક્રમિત અને 675 સંક્રમણમૂક્ત નમૂનાઓને મોકલવામાં આવ્યા હતા.

Published On - 2:23 pm, Tue, 25 May 21

Next Article