London News : ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ લંડનમાં ઉજવણી, પોલીસે પેટ્રોલિંગ વધાર્યું

શનિવારે ઇઝરાયેલ પર હમાસના હુમલામાં 600 થી વધુ લોકો માર્યા ગયા બાદ લંડનની શેરીઓમાં ઉજવણી કરવામાં આવી હતી. એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લંડન મેટ્રોપોલિટન પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારી દીધું છે.

London News : ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ લંડનમાં ઉજવણી, પોલીસે પેટ્રોલિંગ વધાર્યું
London news
| Edited By: | Updated on: Oct 08, 2023 | 9:54 PM

London News : હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર મોટી સંખ્યામાં રોકેટ છોડ્યા હતા. ઇઝરાયેલ પર હમાસના રોકેટ હુમલામાં 600થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હતા. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.

શનિવારે ઇઝરાયેલ પર હમાસના હુમલામાં 600 થી વધુ લોકો માર્યા ગયા બાદ લંડનની શેરીઓમાં ઉજવણી કરવામાં આવી હતી. એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લંડન મેટ્રોપોલિટન પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારી દીધું છે.

આ પણ વાંચો New York: 5000 કરોડના ગેરકાયદેસર આર્થિક વ્યવહારોને પગલે 4 ભારતીયોની ધરપકડ, 26 વર્ષનો નીલ પટેલ સકંજામાં

ઈઝરાયેલમાં ચાલી રહેલા સંઘર્ષને લગતા સોશિયલ મીડિયા પર સંદેશાઓ અને ફોટોગ્રાફ્સ શેર કરવા સહિતની અનેક ઘટનાઓ બાદ લંડનમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.

રવિવારે એક નિવેદનમાં મેટ્રોપોલિટન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે અમે ઇઝરાયેલ અને ગાઝા સાથે ચાલી રહેલા સરહદ સંઘર્ષના સંબંધમાં સોશિયલ મીડિયા પર શેર કરાયેલી ઘટનાઓ સહિત અનેક ઘટનાઓથી વાકેફ છીએ.

બ્રિટનના એક મંત્રી રોબર્ટ જેનરિકે કહ્યું કે આ લોકો પ્રતિબંધિત સંગઠન હમાસની આતંકવાદી ગતિવિધિઓને વખાણ કરી રહ્યા છે. બ્રિટનમાં આ માટે કોઈ સ્થાન નથી. મને ખાતરી છે કે પોલીસ આને ગંભીરતાથી લેશે. આ ઉપરાંત લંડનના મેયર સાદિક ખાને ચેતવણી આપી હતી કે આવી ઘટનાઓને સહન કરવામાં આવશે નહીં.

બ્રિટિશ મંત્રી રોબર્ટ જેનરિક દ્વારા પ્રતિબંધિત સંગઠન હમાસની આતંકવાદી ગતિવિધિઓને ‘ગ્લોરીફાઈ’ કરનારાઓની નિંદા કર્યા બાદ મેટ્રોપોલિટન પોલીસે શહેરમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:15 pm, Sun, 8 October 23