દુનિયાના સૌથી અમીર યુટબર Mr.Beastની સંપતિ અને લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલ વિશે જાણો

દુનિયાના સૌથી અમીર યુટયુબરનું અસલી નામ જીમી ડોનાલ્ડસન છે. મિ. બીસ્ટની ઉંમર 25 વર્ષ છે જયારે તેમની પાસે આશરે 820 કરોડ રૂપિયાથી વધુની સંપતિ હોવાનું પણ સામે આવ્યું છે.

દુનિયાના સૌથી અમીર યુટબર Mr.Beastની સંપતિ અને લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલ વિશે જાણો
| Edited By: | Updated on: Jul 02, 2023 | 11:44 AM

મૂળ સ્વીડન દેશના રહેવાસી મિ. બીસ્ટ (Mr.Beast) યુટ્યુબની (You Toube) દુનિયામાં મોટું નામ છે. તેમની ટયુબબ ચેનલના 163 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. જે દુનિયામાં સૌથી વધારે છે. તેમનું અસલી નામ જીમી ડોનાલ્ડસન છે. મિ. બીસ્ટની ઉંમર 25 વર્ષ છે જયારે તેમની પાસે આશરે 820 કરોડ રૂપિયાથી વધુની સંપતિ હોવાનું પણ સામે આવ્યું છે.અહીં, આપણે મિ.બીસ્ટની સંપતિ અને તેમની જાહોજલાલીની વાત કરવાના છીએ, તેઓ પોતાની લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે. તેઓને તાજેતરમાં જ સમુદ્રમાં ગરકાવ થયેલા ટાઇટેનિકની મુલાકાત લેવા પોતાના સબસ્ક્રાઇબર્સને આમંત્રણ મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તેઓએ 13 વર્ષની નાનકડી ઉંમરે જ યુટયુબ પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. અને બાદમાં ખુબ જ ટુંકા ગાળામાં લોકપ્રિયતા હાંસલ કરી લીધી હતી. તેમણે 2017માં એક વીડિયો વાયરલ કર્યો હતો જેને 1 લાખથી વધારે વ્યુઝ મળ્યા હતા. જે બાદ તેઓના ચાહકોની સંખ્યામાં વધારો થયો હતો. જે બાદ તેમને કમાણી કરવામાં પાછું વળીને જોયું નથી. અને, તેમની સંપતિ અને ચાહકોમાં ઉત્તરોતર વધારો થયો છે.

તેમની પાસે સ્વીડનમાં જુદા-જુદા સ્થળો પર પાંચથી વધારે મકાનો છે, તેમની પાસે એક આઇલેન્ડ પણ છે. આ સાથે તેમની પાસે દુનિયાની જાણીતી અને ખુબ જ કિંમતી કાર પણ છે.

મિ. બીસ્ટ પાસે રહેલી સંપતિ અને કાર વિશે જાણો

-Mr.Beastએ 2018માં પોતાના માટે એક ઘર બે કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. તેમની પાસે કુલ પાંચ મકાનો છે.

-Mr.Beastની બીએમડબલ્યુ I8 કારની શરૂઆતી કિંમત 2.63 કરોડ રૂપિયા છે.

-Mr.Beast પાસે ટેસ્લા મોડલ 3 કાર પણ છે, જેની કિંમત 32 લાખ રૂપિયા છે.

-Mr.Beast સબસ્ક્રાઇબર્સને લેમ્બોર્ગિની કાર ગિફ્ટ આપે છે, જે કાર 3.21 કરોડ રૂપિયાની છે.

-Mr.Beastએ તેના 40 સબસ્ક્રાઇબર્સને વિવિધ કાર ગિફ્ટ આપી છે.

-મિ. બીસ્ટે વેઇટરને પણ એક કાર ગિફ્ટ આપી છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા છે.

-મિ.બીસ્ટે પાસે એક ટાપુ પણ છે. જેની કિંમત આશરે 6.5 કરોડ ભારતીય રૂપિયા છે.

આ પણ વાંચો : France Protest: ફ્રાન્સમાં હિંસામાં 200 પોલીસકર્મીઓ ઘાયલ, 1300ની ધરપકડ, સેંકડો ઘરોને આગ લગાવી

નોંધનીય છેકે મિસ્ટર બીસ્ટ પોતાના ચાહકો અને સબસ્ક્રાબર્સને સમયાંતરે અવનવી ગિફ્ટો આપીને ખુબ જ લોકચાહના મેળવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:43 am, Sun, 2 July 23