જર્મનીના સ્ટટગાર્ટ શહેરમાં દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ ચાલી રહી છે. જર્મનીના ઐતિહાસિક ફૂટબોલ ગ્રાઉન્ડ એમએચપી એરેના ખાતે આયોજિત ત્રણ દિવસીય સમિટમાં બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્ડિયાઃ ઇનસાઇડ ધ ગ્લોબલ બ્રાઇટ સ્પોટ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ સમિટ પર ખુશી વ્યક્ત કરતા પીએમએ કહ્યું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા ગ્રુપ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મનીના લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે દેશ અને દુનિયાના અન્ય રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને કોર્પોરેટ દિગ્ગજોએ સમિટમાં ભાગ લીધો હતો.
TV9 નેટવર્કના MD અને CEO બરુણ દાસે સમિટને સંબોધિત કરી હતી. તેમણે ક્લાઈમેટ ચેન્જ અને એઆઈ પર મહત્વની બાબતો કહી. તેમણે સમિટના બીજા દિવસે મહેમાનોના આગમન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ દિવસે સમિટમાં ભાગ લેવા બદલ કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો.
આજે એટલે કે શનિવાર સમિટનો ત્રીજા અને છેલ્લો દિવસ છે. આજે VfB સ્ટુટગાર્ટ અને VfL બોચમ વચ્ચે ફૂટબોલ મેચ રમાશે.
TV9 દ્વારા આયોજિત બીજા ન્યૂઝ9 ગ્લોબલ સમિટમાં જર્મનીના ખાદ્ય અને કૃષિ પ્રધાન સેમ ઓઝડેમિરે AI પર વાત કરી હતી. આ દ્વારા તેમણે કૃષિ ક્ષેત્રને આગળ લઈ જવાની વાત કરી હતી. ઓઝડેમિરે કહ્યું કે ભારત અને જર્મની AI સાથે કૃષિ ક્ષેત્રમાં એકબીજાને મદદ કરી શકે છે.
સમિટના બીજા દિવસે એએમ ગ્રીનના વાઇસ ચેરમેન બી. સી.ત્રિપાઠીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એએમ ગ્રીન ગ્રીન એનર્જી સેક્ટરમાં કામ કરે છે. ત્રિપાઠીએ કહ્યું કે આ સમયે વિશ્વને તેની ઉર્જાની જરૂરિયાતો બદલવાની જરૂર છે. તેનું કારણ એ છે કે વિશ્વનો સૌથી મોટો પડકાર જળવાયુ પરિવર્તનનો સામનો કરવાનો છે.
ગુજરાત રોકાણ માટે પસંદગીનું ક્ષેત્ર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિટમાં જોડાયા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રોકાણની દ્રષ્ટિએ વિશ્વની કંપનીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને રોકાણ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવામાં મદદ કરી છે.
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના MD અને CEO સંતોષ ઐયર પણ સમિટમાં હાજર રહ્યા હતા. ડ્રાઇવિંગ એ બિલિયન એસ્પિરેશન વિષય પર વાત કરતી વખતે તેમણે કહ્યું કે ભારતમાં અમે 20 હજાર લક્ઝરી કારના વેચાણના આંકડા સુધી પહોંચી ગયા છીએ. ભારતમાં લક્ઝરી લાઈફસ્ટાઈલમાં મોટો બદલાવ આવ્યો છે. તેમના સંબોધનમાં અય્યરે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન પર ભાર મૂક્યો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિટમાં જોડાયા હતા. પોતાના સંબોધનમાં તેમણે જર્મન કંપનીઓને કર્ણાટકમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટકમાં રોકાણ માટે યોગ્ય વાતાવરણ છે. રાજ્યમાં આવતા વર્ષે ગ્લોબલ ઇન્વેસ્ટર મીટ થશે, જેમાં જર્મની પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેશે.
Published On - 11:32 am, Sat, 23 November 24