Kremlin Attack: ક્રેમલિન હુમલા પર રશિયાનો મોટો દાવો, અમેરિકાએ પુતિન પર હુમલો કરાવ્યો

|

May 04, 2023 | 8:05 PM

Kremlin Attack: ક્રેમલિન પર હુમલા બાદ પુતિને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ હુમલા અંગે રશિયાએ કહ્યું કે એવો બદલો લેવામાં આવશે કે દુનિયા જોતી જ રહેશે.

Kremlin Attack:  ક્રેમલિન હુમલા પર રશિયાનો મોટો દાવો, અમેરિકાએ પુતિન પર હુમલો કરાવ્યો

Follow us on

Kremlin Attack: રશિયાએ ક્રેમલિન હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું કે વ્લાદિમીર પુતિન પર થયેલા હુમલા પાછળ અમેરિકાનો હાથ છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે અમેરિકા પર આનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે યુક્રેને અમેરિકાના ઈશારે જ ક્રેમલિન પર ડ્રોન હુમલો કર્યો છે. પેસ્કોવે કહ્યું કે રશિયા જાણે છે કે યુક્રેને અમેરિકાના ઈશારે જ ક્રેમલિન પર હુમલો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તેમણે કહ્યું કે યુક્રેન અમેરિકાના ઈશારે નાચે છે. યુક્રેન અમેરિકા કહે છે તેમ કરે છે. પેસ્કોવે કહ્યું કે ક્રેમલિન પર હુમલાનું પ્લાનિંગ વોશિંગ્ટનમાં કરવામાં આવ્યું હતું. જોકે, ક્રેમલિનના પ્રવક્તાએ આ દાવા પાછળ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. હુમલા બાદ રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ યુક્રેને તેનો ઇનકાર કર્યો હતો.

ડ્રોન હુમલામાં પુતિન બહુ ઓછા બચ્યા હતા

જ્યારે બુધવારે ક્રેમલિન પર ડ્રોન હુમલો થયો હતો. થોડા કલાકો બાદ યુક્રેને નિવેદન જાહેર કર્યું કે હુમલા પાછળ યુક્રેનનો હાથ નથી. તેણે હુમલો કર્યો ન હતો. જણાવી દઈએ કે આ હુમલામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો આબાદ બચાવ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં બે લોકોના મોતના પણ સમાચાર છે. હુમલા બાદ પુતિન બંકરમાં શિફ્ટ થઈ ગયા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

યુદ્ધના ઇતિહાસમાં આજ સુધી આવો હુમલો થયો નથી – ક્રેમલિન

ક્રેમલિન હુમલા બાદ રશિયાએ મોટો નિર્ણય લીધો અને મોસ્કોમાં ડ્રોનના ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો. આ હુમલા બાદ ક્રેમલિને એક નિવેદન જારી કરીને કહ્યું કે પુતિનની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આજ સુધી યુદ્ધના ઈતિહાસમાં આવો હુમલો થયો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો વિજય પરેડને રોકવા માટે કરવામાં આવ્યો હતો. ક્રેમલિને કહ્યું કે હુમલા છતાં 9 મેના રોજ વિજય પરેડ થશે.

આ પણ વાંચો : SCO : એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, ભારત-ચીન સરહદ વિવાદ પર લાંબી ચર્ચા

અમેરિકા રશિયાના આરોપોની તપાસ કરી રહ્યું છે

બીજી તરફ ક્રેમલિન હુમલા બાદ અમેરિકાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તે રશિયાના આરોપોની તપાસ કરી રહ્યું છે. વોશિંગ્ટને તેના નિવેદનમાં કહ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે શું ખરેખર પુતિનની હત્યાના અનેક પ્રયાસો થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article