કોને મળશે પહેલા વેક્સીન અને કોને જોવી પડશે વર્ષ ૨૦૨૨ સુધીની રાહ, WHO એ જારી કરી ગાઇડલાઇન

|

Oct 16, 2020 | 2:31 PM

ડિસેમ્બર ૨૦૨૦ અથવા વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક તબક્કામાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે અને ત્યારબાદ બધું સામાન્ય થઈ જશે. આ વિચાર હકારાત્મક જરૂર છે પણ હકીકત અલગ છે. વિશ્વમાં દરેક વ્યક્તિને કોરોના વેક્સિનની જરૂર પડશે. વિશ્વની કુલ વસ્તી 7.8 બિલિયન છે અને ભારતની વસ્તી 1.38 બિલિયન છે. એકસાથે આટલા મોટા જથ્થામાં વેક્સીનનું ઉત્પાદન અને વેક્સીન આપવાની પ્રક્રિયા […]

કોને મળશે પહેલા વેક્સીન અને કોને જોવી પડશે વર્ષ ૨૦૨૨ સુધીની રાહ, WHO એ જારી કરી ગાઇડલાઇન

Follow us on

ડિસેમ્બર ૨૦૨૦ અથવા વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક તબક્કામાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે અને ત્યારબાદ બધું સામાન્ય થઈ જશે. આ વિચાર હકારાત્મક જરૂર છે પણ હકીકત અલગ છે. વિશ્વમાં દરેક વ્યક્તિને કોરોના વેક્સિનની જરૂર પડશે. વિશ્વની કુલ વસ્તી 7.8 બિલિયન છે અને ભારતની વસ્તી 1.38 બિલિયન છે. એકસાથે આટલા મોટા જથ્થામાં વેક્સીનનું ઉત્પાદન અને વેક્સીન આપવાની પ્રક્રિયા સરળ નથી.


વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ સમસ્યા સામે આજે ગાઇડલાઇન જારી કરી છે જેમાં કોરોના વેક્સિનની પ્રાથમિકતા વર્ગ અને ઉંમર અનુસાર આપવામાં આવી છે. WHO અનુસાર સ્વસ્થ અને ઓછા જોખમી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વેક્સીન માટે વર્ષ ૨૦૨૨ સુધીનો ઇંતેજાર કરવો પડશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સ્વસ્થ લોકોને વેક્સીન માટે 2022 સુધી હજુ રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા વેક્સીન હેલ્થ વર્કર્સ અને એવા લોકોને આપવામાં આવશે જેને ઈન્ફેક્શનનો ખતરો વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ આજે પ્રાથમિકતા જાહેર કરી છે કે વેક્સીન કોને પહેલા મળશે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનએ કહ્યું કે વર્ષ 2021ના અંત સુધીમાં એક અસરદાર વેક્સીન જરુર આવશે પરંતુ તેની માત્રા સીમિત જ હશે.સ્વામિનાથને ઉમેર્યું હતું કે  મોટાભાગના લોકો સહમત થવું જોઈએ  કે હેલ્થવર્કર કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સથી શરૂઆત થવી જોઈએ.  વેક્સીન માટે WHO પણ સંક્રમણનું જોખમ કોને અને કેટલું છે તેની ઉપર પણ નજર રાખશે. વેક્સીન હૈરિસક ઉપર રહેતા વૃદ્ધ અને પછી જોખમ અનુસાર વય મુજબ આગળ વધતું જશે.સરેરાશ યુવાન તંદુરસ્ત વ્યક્તિએ 2022 સુધી રાહ જોવી પડી શકે છે.

અનુમાન છે કે વેક્સીન જલ્દી આવી શકે છે જેમાં સમયજતા વધુ સુધારા આવશે. WHO એ સ્પષ્ટ કર્યું છે કે લોકોને લાગે છે કે  જાન્યુઆરી કે એપ્રિલ સુધી રસી મેળવીશું અને તે પછી બધું સામાન્ય થઈ જશે. જે વાત જેટલી સામાન્ય શબ્દોમાં કરાઈ રહી છે તેની સામાન્ય છે નહિ. સ્થિતિ સામાન્ય થતા હજુ થોડો સમય લાગી શકે છે. લોકોએ સાવચેતી નેવે ન મૂકી સંક્રમણ અટકાવવાની સાવચેતીના  પ્રયાસ  છોડવા જોઈએ નહિ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article