Israel-Iran યુદ્ધના વચ્ચે કિમ જોંગે દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની આપી ધમકી, શું ત્રીજા વિશ્વયુદ્ધના વાગી રહ્યા ભણકારા ?

|

Oct 04, 2024 | 1:44 PM

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને જો ઉશ્કેરવામાં આવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરીને દક્ષિણ કોરિયાને હંમેશ માટે ખતમ કરવાની ધમકી આપી છે.

Israel-Iran યુદ્ધના વચ્ચે કિમ જોંગે દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની આપી ધમકી, શું ત્રીજા વિશ્વયુદ્ધના વાગી રહ્યા ભણકારા ?
Kim Jong threatened to attack South Korea

Follow us on

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના ભય વચ્ચે હવે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે દક્ષિણ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. રશિયા-યુક્રેનથી લઈને ઈઝરાયેલ-હમાસ, ઈઝરાયલ-હિઝબુલ્લા, ઈઝરાયલ-હુતી, ઈઝરાયેલ-ઈરાન, લગભગ સમગ્ર મધ્ય એશિયા ભયંકર યુદ્ધની ઝપેટમાં છે.

કિમ જોંગની દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી

ત્યારે હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો વચ્ચે દરરોજ કોઈને કોઈ મુદ્દે બોલાચાલી થતી રહે છે. પરંતુ આ વખતે મામલો પરમાણુ હુમલા સુધી પહોંચી ગયો છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને જો ઉશ્કેરવામાં આવશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરીને દક્ષિણ કોરિયાને હંમેશા માટે ખતમ કરવાની ધમકી આપી છે.

કિમનું આ નિવેદન દક્ષિણ બાદ કોરિયાના રાષ્ટ્રપતિના નિવેદનના જવાબમાં આવ્યું છે જેમાં તેમણે ઉત્તર કોરિયાને ચેતવણી આપી હતી કે જો કિમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો તો તેમનું શાસન હંમેશા માટે ખતમ થઈ જશે.

Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા

તાજેતરના તણાવ પાછળના કારણો

કોરિયન દ્વીપકલ્પમાં તણાવ કોઈ નવી વાત નથી, પરંતુ તાજેતરના તણાવનું કારણ ઉત્તર કોરિયાનો તે નિર્ણય છે જેમાં તેણે તેના પરમાણુ હથિયારોની સુવિધાઓનો વિસ્તાર કરવાની અને મિસાઈલ પરીક્ષણ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉત્તર કોરિયાની સંસદ આ અઠવાડિયે એક ઠરાવ પસાર કરી શકે છે, જેમાં દક્ષિણ કોરિયા સાથે સમાધાનને નકારી કાઢવાની અને બે-રાજ્ય પ્રણાલીને બંધારણીય દરજ્જો આપવાની જોગવાઈનો સમાવેશ થાય છે.

કિમે શું કહ્યું?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર બુધવારે જણાવ્યું હતું કે જો દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વ પર અતિક્રમણ કરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરે છે, તો તેની સૈન્ય ખચકાટ વિના તેના નિકાલ પર તમામ આક્રમક દળોનો ઉપયોગ કરશે, જેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ શામેલ છે. કિમે દક્ષિણ કોરિયાને ધમકી આપતાં કહ્યું કે જો આવી સ્થિતિ ઊભી થશે તો સિયોલ અને રિપબ્લિક ઓફ કોરિયાનું અસ્તિત્વ કાયમ માટે ખતમ થઈ જશે. આ સાથે કિમે કહ્યું કે તેમનો દેશ ઉત્તરીય સરહદ રેખાને માન્યતા આપતો નથી. ઉત્તરીય સીમા એ 1950-53 કોરિયન યુદ્ધના અંતે યુએસની આગેવાની હેઠળના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ પશ્ચિમી દરિયાઈ સીમા છે.

કિમે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન પર કટાક્ષ કર્યો અને તેમને અસામાન્ય વ્યક્તિ ગણાવ્યા. યુન પર પ્રહાર કરતા તેણે કહ્યું કે તે પરમાણુ હથિયાર ધરાવનાર દેશની તુલના પોતાના દેશ સાથે કરી રહ્યો છે. ગુરુવારે, કિમની બહેન કિમ યો જોંગે પણ દક્ષિણ કોરિયાની હુન્મુ-5 મિસાઇલ પર કટાક્ષ કરતા કહ્યું કે ઉત્તર કોરિયાના પરમાણુ દળોની તુલના દક્ષિણ કોરિયાના પરંપરાગત હથિયારો સાથે કરી શકાય નહીં.

Published On - 1:17 pm, Fri, 4 October 24

Next Article